તાડોબા અંધારી ટાઇગર રિઝર્વનો રાજા એટલે ચટ્ટા-પટ્ટાવાળો વાઘ. અહીં વાઘોનો બહુ દબદબો છે. જોકે તાડોબા રાષ્ટ્રીય અભિયારણમાં હાલમાં ‘રુદ્ર’ અને ‘બલરામ’ આ બે વાઘ વચ્ચે અસ્તીત્વની લઢાઇ ચાલી રહી છે. છેલ્લા કેટલાંય દિવસોથી આ બંને વચ્ચે આવી લઢાઇ ચાલી રહી છે. જ્યારે રવિવારે થયેલ મહાયુદ્ધની હમણાં સોશિયલ મિડીયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. વાઘણ ‘માયા’ને ઇમ્પ્રેસ કરવા આ ઝગડો કે યુદ્ધ થતું હોવાની વાતો પણ થઇ રહી છે. તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વના મોહરીલા વનના જંગલ વિસ્તારના કોઅર ઝોનમાં રુદ્ર અને બલરામ આ બે વાઘ વચ્ચે રવિવારે સવારે થયેલી લઢાઇ તાડોબામાં આવેલ પર્યટકોને જોવા મળતા તેઓ ખૂશ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તાડોબામાં વાઘને જોવા માટે દેશ-વિદેશના પર્યટકો અહીં દોટ મૂકે છે.
એક વાઘને જંગલમાં રહેવા માટે 40 થી 50 ચોરસ કિલોમીટરનો વિસ્તારની જરુર હોય છે એમ રીસર્ચરનું માનવું છે. કોઇ એક વાઘ કોઇ એક જગ્યાએ રહેતો હોય અને ત્યા બીજો વાઘ જો એના પર ભારે પડે તો લઢાઇ જીતનારો વાઘ એ પરિસરનો રાજા કહેવાય છે. એ વાઘ એટલા પરિસરમાં પોતાનું વર્ચસ્વ નિર્માણ કરે છે. અને હારી જનાર વાઘ બીજા ઠેકાણે જઇ પોતાનું વર્ચસ્વ નિર્માણ કરે છે. તો કેટલાંક વાઘ – વાઘણના પ્રેમ માટે પણ યુદ્ધ કરતા હોવાનું વન્ય જીવ તજગ્નોનું માનવું છે. કોઅર ઝોનના તાડોબામાં રહેતી ‘માયા’ વાઘણનો મન જીતવા બલરામ અને રુદ્ર વચ્ચે ઝગડો અને મારા મારી થતી હોવાનું કેટલાંક એક્સપર્ટ કહી રહ્યા છે. આ યુદ્ધમાં બલરામની જીત થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઝગડામાં બંને વાઘને ખૂબ ઇજા થઇ છે. તેથી બલરામ તાડોબાના પંચધારા વિસ્તારમાં ગયો છે અને રુદ્ર યેનબોડીની દિશામાં ગયો હોવાનું કહેવાઇ રહ્યું છે.દરમિયાન આ ઝગડો માયા વાઘણ માટે થયો કે આ પરિસરના અસ્તિત્વ માટે થયો એની ચર્ચા પર્યટકોમાં થઇ રહી છે.