આપણામાંથી ઘણા લોકોને ટેવ હોય છે બાથરૂમમાં ફોન લઈ જવાની, આ લોકો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાની સાથે સ્માર્ટફોન રાખે છે. પછી રસોડામાં કંઈ કામ કરવાનું હોય કે નેચર્સ કોલ એટેન્ડ કરવા વોશરૂમમાં જવાનું હોય મોબાઈલ ફોન ભેગોને ભેગો જ હોય…
આપણામાંથી ઘણા લોકોને તો એવી ટેવ પણ હોય છે કે જેઓ સવાર-સવારમાં પોતાનો મોબાઈલ ફોન ટોઈલેટમાં લઈ જાય છે અને ત્યાં કોમોડ પર બેસીને કલાકો સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે તમારી આ નાનકડી ભૂલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે એમ છે અને આવું અમે નહીં પણ નિષ્ણાતો કહી રહ્યા છે.
ટોઈલેટમાં ફોન લઈ જવાના ગેરફાયદાઓ વિશે જાણશો તો તમે આજથી તમારી આ આદતને તિલાંજલિ આપી દેશો…
આવો જોઈએ ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરવાથી શું-શું ગેરફાયદાઓ થાય છે-
⦁ ટોયલેટમાં ફોનનો ઉપયોગ તમારા આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે અને શૌચાલય એક એવી જગ્યા છે જ્યાં ઘણા બેક્ટેરિયા અને કીટાણુઓ જોવા મળે છે. પછી તે ટોઇલેટ સીટ હોય, ટેપ હોય, ફ્લશ બટન હોય કે અન્ય વસ્તુઓ. તમે ટોઈલેટમાં રહેલી આ વસ્તુઓને સ્પર્શ કર્યા બાદ જો તમે પાછા મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આ બેક્ટેરિયા તમારા મોબાઈલ ફોન પર પણ આવી જાય છે અને ત્યાંથી એ તમારા શરીર પર પણ આવી જાય છે.
⦁ આ ઉપરાંત જો તમે લાંબા સમય સુધી તમારા ફોન સાથે ટોયલેટ કમોડ પર બેસો છો, તો તેનાથી તમારી માંસપેશીઓ પણ જકડાઈ શકે છે અને ઘૂંટણમાં દુખાવો પણ શરૂ થઈ શકે છે.
⦁ સવારે ફ્રેશ થવામાં તમને માત્ર 2થી 3 મિનિટનો સમય લાગવો જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત જણાવવામાં આવી છે કે તમારું પેટ જેટલું વહેલું સાફ થશે એટલા તમે વધુ સ્વસ્થ રહેશો, પરંતુ એવું જોવા મળે છે કે લોકો અડધો કલાક કે તેથી વધુ સમય સુધી ફોન સાથે કમોડ પર બેસી રહે છે, જેના કારણે તેઓ યોગ્ય રીતે ફ્રેશ થઈ શકતા નથી.
⦁ લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહેવાથી ગુદામાર્ગ પર વધુ તાણ આવે છે, જેનાથી પાઈલ્સ અથવા પાઈલ્સ જેવી સમસ્યા થઈ શકે છે.
⦁ એક રિસર્ચ અનુસાર, ટોયલેટમાં ફોન લેવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે, કારણ કે કેટલાક લોકો ટોઇલેટમાં બેસીને ઊંડો વિચાર કરી શકે છે અથવા મોટી યોજનાઓ બનાવી શકે છે, પરંતુ જ્યારે તમે ફોન લો છો, ત્યારે તેઓ તમારો આખો સમય બગાડે છે. સમાન છે અને કંઈપણ અલગ વિશે વિચારી શકતા નથી, જે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે.