આપણા હિંદુ શાસ્ત્રોમાં અનેક પુરાણો અને ગ્રંથો છે. આ બધામાં ગરુડ પુરાણની વાત જ ન્યારી છે. આપણા ધર્મમાં આ પુરાણને સૌથી મહત્ત્વના પુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે. એમાં પણ ખાસ કરીને ગરુડ પુરાણને કોઈ સંબંધીના મૃત્યુ પછી ઘરે વાંચવા માટેનો ગ્રંથ માનવામાં આવે છે, આવું એટલા માટે કે આ ગ્રંથમાં જન્મ, મૃત્યુ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક અને યમલોક વગેરે વિશેનું એકદમ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ સિવાય ગરુડ પુરાણમાં જીવનને કઈ રીતે વધુ સુંદર બનાવી શકાય એના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જે લોકો ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરે છે, તેઓ મુશ્કેલીઓથી દૂર રહે છે.
એવા જ આ ગરુડ પુરાણમાં રોજિંદા જીવન સાથે જોડાયેલી કેટલીક ભૂલો વિશે માહિતી આપવામાં આવી છે, જેને આપણે જાણતાં-અજાણતામાં અવગણીએ છીએ. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બાથરૂમમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ભૂલો સાથે, તમારે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે,
આવો જોઈએ કઈ છે આ ભૂલો જે બાથરૂમમાં ક્યારેય ના કરવી જોઈએ-
- ઘણા લોકોને આદત હોય છે સ્નાન કર્યા બાદ બાથરૂમમાં જ ભીનું ટોવેલ છોડી કે ગંદકી છોડી દેવાની. પણ આવું ક્યારે ના કરવું જોઈએ. ગંદું બાથરૂમ ખરાબ નસીબનું કારણ બને છે.
- બાથરૂમ એ જળ તત્વ સાથે સંબંધિત સ્થાન છે અને ચંદ્રને પાણીનો કારક માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાથરૂમમાં બિનજરૂરી પાણીનો બગાડ ન કરો. જો તમે આવું કરો છો તો આને કારણે કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી પડે છે અને તમારે ચંદ્ર સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- એવું માનવામાં આવે છે કે ગંદું અથવા ભીનું બાથરૂમ ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી કરે છે અને આ પ્રગતિના માર્ગમાં અવરોધ બની જાય છે.
- જે ઘરોમાં બાથરૂમ ગંદા હોય છે, એ ઘરોમાં રાહુ-કેતુનો દોષ પણ વધે છે.