માર્ચ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં ઘણા તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. RBIએ માર્ચ મહિનામાં આવતી બેંક રજાની યાદી જાહેર કરી છે. આ મહિને બાર દિવસ બેંક બંધ રહેશે. જો તમે આ મહિને બેંકોમાં કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે આ સૂચિ જોઇને તમારુ શેડ્યુલ નક્કી કરવું જોઇએ અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
3જી માર્ચ છપચાર કુટ (મિઝોરમનો સ્થાનિક તહેવાર) બેંક બંધ રહેશે.
7મી માર્ચ હોળી, હોળી/હોલિકા દહન/ધુલંડી/ડોલ જાત્રા – મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, શ્રીનગર, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ, શ્રીનગર, તેલંગાણા અને ઝારખંડમાં બેંકો બંધ છે.
8મી માર્ચ (બુધવાર)- હોળીનો 2જો દિવસ – ધુળેટી/યાઓસાંગ બીજો દિવસ: ત્રિપુરા, ગુજરાત, મિઝોરમ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નવી દિલ્હી, બિહાર, છત્તીસગઢ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં બેંકો બંધ છે.
9 માર્ચ- ગુરુવાર- (હોળી)- બિહારમાં બેંકો બંધ છે.
22 માર્ચ- (બુધવાર)- ગુડી પડવા/ઉગાદી તહેવાર/બિહાર દિવસ/સાજીબુ નોંગમાપનબા (ચેરોબા)/તેલુગુ નવા વર્ષનો દિવસ/1લી નવરાત્ર- મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મણિપુર, જમ્મુ, ગોવા, બિહાર અને શ્રીનગરમાં બેંકો બંધ છે.
30 માર્ચ (ગુરુવાર)- શ્રી રામ નવમી (ચૈતે દશૈન)- ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને સિમલામાં બેંકો બંધ છે.
તારીખ 5, 12, 19, 26 એમ ચાર રવિવારે બેંક બંધ રહેશે. બેંકની રજાઓ રાજ્ય અને સ્થાનિક રજાઓના આધારે અલગ અલગ હોય છે. કેટલીક બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેંકની રજા હોય છે. તે મુજબ 11 અને 25 માર્ચે પણ બેંકો બંધ રહેશે..