આવતીકાલે એટલે કે રવિવારે (12 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે અને આ બાબતે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે એ એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે, જે કર્ણાટકના વિકાસના માર્ગમાં યોગદાન આપશે.
10-લેનવાળા આ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે (NH-275) કર્ણાટકના બે શહેરો (બેંગલુરુ-મૈસૂર) વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 75-90 મિનિટ કરશે. બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે.
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ, ભારતમાલા પરિયોજના (BMP)ના ભાગ રૂપે બનાવવામાં આવેલો 119-km-એક્સેસ-નિયંત્રિત હાઇવે, કર્ણાટકના બે મહત્વપૂર્ણ શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને 90 મિનિટ કરશે. આ એક્સપ્રેસ વે પર ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં. 9000 કરોડ રૂપિયાના હાઇવેને છ લેન સ્ટ્રેચ તરીકે બનાવવામાં આવ્યો છે.
હાઇ-સ્પીડ કોરિડોર બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં નિદાઘટ્ટા અને મૈસુર વચ્ચે કુલ 61 કિમી અને બેંગલુરુ અને નિદાઘટ્ટા વચ્ચે 58 કિમીનો સમાવેશ થાય છે. હાઇવેમાં 8 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર, 42 નાના પુલ, 64 અંડરપાસ, 11 ઓવરપાસ, ચાર રોડ-ઓવર-બ્રિજ અને પાંચ બાયપાસ છે.