બૉલ્ડ:બંગલાદેશના ચાત્તોગ્રામ ખાતે ભારત અને બંગલાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મૅચના બીજે દિવસે બંગલાદેશની ટીમનો ખેલાડી લિટ્ટન દાસ ક્લિન બૉલ્ડ થયો હતો. (એજન્સી)
ઢાકા: ભારત અને બંગલાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ પર મજબૂત પક્કડ બનાવી લીધી છે. બીજા દિવસના અંતે બંગલાદેશની ટીમે આઠ વિકેટ ગુમાવી ૧૩૩ રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં ૨૭૧ લીડ મેળવી છે. અગાઉ પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયાએ ૪૦૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્ર્વર પૂજારા, ઐય્યર અને અશ્ર્વિને અડધી સદી ફટકારી હતી. દિવસના અંતે બંગલાદેશ તરફથી ઇબાદત હુસૈન અને મેહદી હસન મિરાજ ક્રિઝ પર છે.ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બંગલાદેશના ૪ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે મોહમ્મદ સિરાજે ૩ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઉમેશ યાદવને ૧ સફળતા મળી હતી.અગાઉ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં ૪૦૪ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ચેતેશ્ર્વર પૂજારા ઉપરાંત શ્રેયસ અય્યર અને રવિ અશ્ર્વિને અડધી સદી ફટકારી હતી. બંગલાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે સૌથી વધુ વિકેટ લીધી હતી. તૈજુલ ઈસ્લામે ૪૬ ઓવરમાં ૧૩૩ રનમાં ૪ વિકેટ લીધી હતી. તૈજુલ ઈસ્લામે વિરાટ કોહલી, ચેતેશ્ર્વર પૂજારા, શુભમન ગિલ અને કુલદીપ યાદવને આઉટ કર્યા હતા. ભારત માટે મેચના બીજા દિવસે શ્રેયસ ઐય્યર અને રવિચંદ્રન અશ્ર્વિને ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
આ પછી ઐય્યર ૮૬ રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અશ્ર્વિને ૫૮ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. શ્રેયસ તેની સદી પૂરી કરી શક્યો નહીં. તેણે ૮૬ રન બનાવ્યા હતા. આ પછી કુલદીપ યાદવ અને અશ્ર્વિને આઠમી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી કરીને ભારતના સ્કોરને ૩૮૫ રન સુધી પહોંચાડ્યો હતો. અશ્ર્વિન ૫૮ અને કુલદીપ ૪૦ રન બનાવીને આઉટ થયા હતા. અંતે ઉમેશની બે છગ્ગાની મદદથી ભારતે પ્રથમ દાવમાં ૪૦૪ રન બનાવ્યા હતા.