દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પ્રદૂષણને જોતા સમગ્ર દિલ્હીમાં બાંધકામની ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં શ્રમપ્રધાન મનીષ સિસોદિયાને નિર્દેશ આપ્યો છે કે આ સમયગાળા દરમિયાન દરેક કન્સ્ટ્રક્શન વર્કરને 5000 રૂપિયા પ્રતિ મહિને આર્થિક સહાય આપે, જ્યાં સુધી બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી નહીં મળે ત્યાં સુધી મજૂરોને આ રકમ મળશે.
કેન્દ્રની એર સ્ટાન્ડર્ડ બોડી સફર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું કારણ ધૂમાડો અને સ્થાનિક પ્રદૂષણ સાબિત થયું છે. સપાટીની હવા પણ તેની સાથે સ્ટબલનો ધુમાડો દિલ્હી-એનસીઆરમાં લઈ જાય છે.
SAFAR ઈન્ડિયા એર ક્વોલિટી સર્વિસ મુજબ, દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે 2 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ 373 પર નોંધવામાં આવ્યો હતો, જે Very Poor શ્રેણીમાં આવે છે. જો કે પાછલા દિવસ કરતા થોડો સારો છે. મંગળવારે સવારે 8 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 385 નોંધાયો હતો