ભારતમાં 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. ચાર ધામ યાત્રા કરવી ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણવામાં આવે છે. કેદારનાથ આ ચારધામ યાત્રામાનું એક ધામ હોવાથી 12 જ્યોતિર્લિંગમાં મહત્વનું ગણાય છે. કેદારનાથ મંદિરના દ્વાર છ મિહનાના વિરામ બાદ ખૂલ્યાં છે. તેથી મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
આખા વિશ્વમાં 11માં જ્યોતિર્લિગ તરીકે જાણીતા ભગવાન કેદારનાથ મંદિરના કપાટ પરંપરાગત રીતે પૂજા કર્યા બાદ ખોલવામાં આવ્યા હતાં. આ સમયે ત્યાં આઠ હજાર ભાવિકો ઉપસ્થિત હતાં. ઉત્તરાખંડની ચારધામ યાત્રા શનિવારે 22મી એપ્રિલથી શરુ થઇ છે. 22મી એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખોલવામાં આવ્યા હતાં. જ્યારે 27મી એપ્રિલના રોજ બદ્રિનાથ ધામના દ્વાર ખૂલશે. ખરેખર તો કેદારનાથ ધામના દ્વાર 22મી એપ્રિલ એટલે કે અક્ષય ત્રૃતિયાના દિવસે ખૂલવાના હતાં. જોકે પ્રચંડ બરફ અને વરસાદને કારણે 25મી એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી હતી.
બીજી બાજુ હવામાન ખાતા દ્વારા 29મી એપ્રિલ સુધી બરફ અને વરસાદની શક્યતા વર્તાઇ રહી છે. તેથી રાજ્ય સરકાર દ્વારા 30 તારીખ સુધી શ્રદ્ધાંળુઓની નોંધણી રોકવામાં આવી છે. ઋષિકેશ, ગૌરીકુંડ, ગુપ્તકાશી અને સોનપ્રયાગ ગયેલા યાત્રીઓને હાલમાં જે તે જગ્યાએ જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે.
બંદ્રીનાથ – કેદારનાથ સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, પ્રચંડ થંડી હોવા છતાં મંદિરના દ્વાર ખોલતી વખતે હજારો ભાવિકો કેદારનાથ ધામ પહોંચ્યા હતાં. કેદારનાથ ધામમાં બરફ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઇ તેમણે શ્રદ્ધાંળુઓને યાત્રા શરુ કરતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું પાલન કરવું અને પ્રતિકૂળ હવામાનને કારણે કેદારનાથ ધામમાં રહેવાની સગવડ અગાઉથી કરી લેવાની વિનંતી કરી છે.
કેદારનાથ ધામના દ્વાર છ મહિના બાદ ખૂલ્યા હોવાથી ભક્તોનો ઉત્સાહ જોવા જેવો છે. સવારથી જ ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. આખા દેશમાંથી ભક્તો દેકારનાથના દર્શન માટે આવે છે. કેદારનાથ ધામના દ્વારને ખૂલતા જોવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાંળુઓ અહીં આવતા હોય છે. જોકે ખરાબ વાતાવરણને કારણે શ્રદ્ધાંળુઓને તકલીફ થવાની શક્યતાઓ રહેલી છે. તેથી ભક્તોને સાવચેતી રાખવા માટેની અપીલ સરકાર અને મંદિરના સભ્યો દ્વારા કરવામાં આવી છે.
#WATCH | Uttarakhand: The portals of Kedarnath Dham opened for devotees. Kedarnath Temple Chief Priest Jagadguru Rawal Bhima Shankar Ling Shivacharya opened the portals. pic.twitter.com/WjPf2fcYdg
— ANI (@ANI) April 25, 2023