પેરિસ: દુનિયાના સૌથી વૃદ્ધ અને ફ્રાન્સના જાણીતા નન લ્યુસીલ રેન્ડનનું ૧૧૮ વર્ષની વયે અવસાન થયું હતું. રેન્ડનનું મૃત્યુ તેના ૧૧૯મા જન્મદિવસના થોડા અઠવાડિયા અગાઉ મંગળવારે બપોરે બે વાગ્યે ટુલોન શહેરમાં સેન્ટ કેથરિન લેબોર નર્સિંગ હોમમાં થયું હતું. નર્સિંગ હોમમાં સૂતી વખતે તેમનું ઊંઘમાં જ મોત થયું હતું.
તેઓ એક ફ્રેન્ચ નન હતાં, જેને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ હોવાનું હતા.
લ્યુસીલ રેન્ડન, સિસ્ટર આન્દ્રે તરીકે ઓળખાય છે, તેમનો જન્મ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૦૪ના રોજ દક્ષિણ ફ્રાન્સના એલિસ શહેરમાં થયો હતો. તેઓ કોરોનાથી બચી ગયેલા વિશ્વના સૌથી વૃદ્ધોમાંના એક હતા.
૧૧૦ કે તેથી વધુ ઉંમરના માનવામાં આવતા લોકોની વિગતોને જેરોન્ટોલોજી રિસર્ચ ગ્રુપ પ્રમાણિત કરે છે, તેણે ગયા વર્ષે ૧૧૯ વર્ષની વયના જાપાનના કેન તનાકાના મૃત્યુ પછી સિસ્ટર આન્દ્રેને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે જાહેર કરી હતી. સિસ્ટર આન્દ્રેને જાન્યુઆરી ૨૦૨૧ માં તેના ૧૧૭મા જન્મદિવસના થોડા સમય પહેલા કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હતો, પણ તેઓ બચી ગયા હતા અને એ સમાચાર ફ્રાન્સ અને વિશ્વના અખબારોમાં ચમક્યા હતા. બે વિશ્વ યુદ્ધોના સાક્ષી સિસ્ટર આન્દ્રેને ગયા વર્ષે એપ્રિલમાં એમના અસાધારણ દીર્ધાયુષ્ય વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં એમણે જણાવ્યું હતું કે “કામ કરવાથી તમે લાંબું જીવી શકો છો. હું ૧૦૮ વર્ષની હતી ત્યાં સુધી મેં કામ કર્યું હતું. એના અગાઉ 2022ની એપ્રિલમાં દુનિયાના સૌથી વયોવૃદ્ધ જાપાનના કેન તનાકાનું નિધન થયું હતું. કેને 119 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા તથા તેનો જન્મ બીજી જાન્યુઆરી 1903 થયો હતો. જાપાનના દક્ષિણ પશ્ચિમી ફુકુઓકામાં થયો હતો. કેનનું 2019માં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસમાં નામ હતું તથા તનાકાની ઉંમર 116 વર્ષ હતી.