Homeદેશ વિદેશશોકિંગ ન્યૂઝ: સર્બિયાની સ્કૂલમાં ફાયરિંગમાં નવનાં મોત

શોકિંગ ન્યૂઝ: સર્બિયાની સ્કૂલમાં ફાયરિંગમાં નવનાં મોત

બેલગ્રેડઃ સર્બિયાના પાટનગર બેલગ્રેડમાં 14 વર્ષના વિદ્યાર્થીના અંધાધૂધ ફાયરિંગમાં આઠ બાળક સહિત નવ જણનાં મોત થયા છે. બુધવારે સવારે 8.40 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. આ સ્ટુડન્ટે તેના પિતાની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. અહીંની સ્કૂલમાં કરવામાં આવેલા ફાયરિંગના બનાવમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરનારા શંકાસ્પદ વિદ્યાર્થીની અટક કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

બુધવારે સવારના બેલગ્રેડની એક સ્કૂલમાં વિદ્યાર્થીએ ટીચરને ગોળી મારી હતી. આ સ્કૂલનું નામ વ્હાલિદસ્લાવ રિબ્નિકર પ્રાઈમરી સ્કૂલની છે. અહીંની સ્કૂલમાં અભ્યાસ કરતી મારી દીકરીને ગોળી વાગી હતી, ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી, જેથી તે બચી ગઈ હતી. આ બનાવ મુદ્દે એક વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે સૌથી પહેલા વિદ્યાર્થીએ ટીચર પર ફાયરિંગ કર્યું હતું, ત્યાર બાદ અન્ય લોકો પર ફાયરિંગ કર્યું હતું. મેં સિક્યોરિટી ગાર્ડને ટેબલની નીચે પડેલો જોયો હતો, જ્યારે બે વિદ્યાર્થિનીને લોહીથી લથબથ જોઈ હતી.

આ બનાવને લઈ સમગ્ર શહેરમાં લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સ્કૂલમાં કરવામાં આવેલા ગોળીબારના બનાવ પછી સ્કૂલની બહાર સેંકડો લોકો એકત્ર થઈ ગયા હતા, જેમાંથી મૃતક બાળકનો પરિવારના સભ્યોની સંખ્યા વધારે રહી હતી. સુરક્ષાના કારણસર પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે વ્લાદિસ્લાવ રિબનિકાર પ્રાઈમરી સ્કૂલ બેલગ્રેડની એક જાણીતી સ્કૂલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -