દુનિયાના મહાન ભવિષ્યવેત્તા બાબા વેંગાએ આવનારા 2023ના વર્ષ માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે જે કદાચ તમારું દિલ દહેલાવી નાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વેંગાએ એવી અનેક ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. 2023ના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જોઈએ કે વેંગાએ આવનારા વર્ષ માટે શું આગાહી કરી છે-
બલ્ગેરિયામાં જન્મેલાં બાબા વેંગાએ 2023માં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી તકી છે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું છે કે વિશ્વયુદ્ધમાં જૈવિક હથિયારોનો ઉપયોગ થઈ શકે છે. સ્વાભાવિક વાત છે કે પરમાણુ બોમ્બનો ઉપયોગ સંપૂર્ણ માનવ જાતિ માટે સૌથી મોટું જોખમ સાબિત થઈ શકે છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અને તેને કારણે નિર્માણ થયેલી તાણની સ્થિતિ પૂરી થવાનું નામ નથી લઈ રહી. એવામાં વેંગાની આ ભવિષ્યવાણી સાચી થાય એનું જોખમ સ્વાભાવિક છે. એની સાથે આ જ સવાલ પણ ઉપસ્થિત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો તેના પરિણામો ચોક્કસ જ ખતરનાક હશે. પણ એ સિવાય દુનિયા પર અમેરિકાની બાદશાહત કાયમ રહેશે કે પછી તેને બદલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતાનો દબદબો બનાવવામાં સફળ થશે.
ત્રીજા વિશ્વયુદ્ધ સિવાય બાબા વેંગાએ દુનિયા માટે એક બીજી ભવિષ્યવાણી એવી પણ કરી છે તે 2023માં ધરતી પર સૌર તોફાન આવી શકે છે અને તેને સુનામી પણ કહેવાય છે. આ તોફાનને કારણે ગ્રહના ચુંબકીય બળને નુકસાન પહોંચશે અને ધરતીની ચાલમાં બદલાવ થઈ શકે છે. એટલું જ નહીં પૃથ્વીની આ બદલાયેલી ચાલને કારણે ઋતુચક્ર પર પણ તેની અસર જોવા મળશે, જે માનવજાતિ પર આવનારું સૌથી મોટું સંકટ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1911માં બલ્ગેરિયામાં જન્મેવલા બાબા વેંગાએ નાની ઉંમરમાં જ પોતાની આંખો ગુમાવી દીધી હતી. 1996માં પોતાના મૃત્યુથી લઈને અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ તેમણે કરી હતી, જેમાંથી 80 ટકા ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. 2023 માટે પણ બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીઓ 80 ટકા સાચી પડે એવી શક્યતા તો છે જ…