Homeદેશ વિદેશબાબા મહાકાલેશ્વરના દર્શન કરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? જાણી લો થયેલો...

બાબા મહાકાલેશ્વરના દર્શન કરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? જાણી લો થયેલો ફેરફાર…

વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં આજથી ફરી એક વખત મહત્ત્વનો અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી ભક્તો માટે બાબા મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો છે અને હવે ભક્તો 1500 રૂપિયાની રસીદ કપાવીને ગર્ભગૃહમાં પહોંચી દર્શન કરવાની સાથે બાબા મહાકાલનો અભિષેક પણ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક અઠવાડિયાથી શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે સવારથી આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અને સામાન્ય ભક્તોને પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો બાબા મહાકાલના દર્શન કરીને તેમનો જલાભિષેક કરીને ખૂબ જ ખુશ થયા હતા.
આ બાબતે માહિતી આપતાં મહાકાલ મંદિરના સહાયક પ્રશાસક જીવન મોગીએ જણાવ્યું હતું કે, પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા કરવામાં આવી રહેલી શિવ મહાપુરાણ કથા દરમિયાન લાખો ભક્તો ઉજ્જૈનમાં આવ્યા હતા. આ જ કારણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કથાની પૂર્ણાહુતિ બાદ મંગળવાર સવારથી મંદિરમાં રૂ. 1500 ની રસીદ કપાવ્યા બાદ ફરી ગર્ભગૃહમાં ભક્તોનો પ્રવેશ શરૂ થયો છે.
મળી રહેલી માહિતી અનુસાર મંદિરમાં સિહોરના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથાને ધ્યાનમાં રાખીને મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ અને મહાકાલ લોકના દર્શનની સાથે તમામ પ્રતિબંધો હવે ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે ભક્તો પહેલાંની વ્યવસ્થા મુજબ જ બાબા મહાકાલના ગર્ભગૃહમાં દર્શન અને જળ અભિષેક કરી રહ્યા છે, જ્યારે તેઓ મહાકાલ લોકના દર્શન પણ કરી રહ્યા છે.
આ સાથે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે 250ની ઓફલાઈન રસીદની વ્યવસ્થા બંધ કર્યા બાદ મંદિર પ્રબંધન સમિતિએ પરિસરમાં તેમજ અન્ય સ્થળોએ વિશેષ કાઉન્ટર ઉભા કર્યા છે જેથી ભક્તો આ ઓનલાઈન ટિકિટ સરળતાથી ખરીદી શકે.
આજે સવારે ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કરી પૂજા અર્ચના કરનાર ભક્તો ખૂબ જ ખુશ દેખાતા હતા. આ બાબતે પ્રતિક્રિયા આપતા ભક્તોએ જણાવ્યું હતું કે અમે માની જ શકતા નથી કે આજે અમે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને બાબા મહાકાલની પૂજા અને અભિષેક કર્યો છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -