શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે ત્યારે મળતી માહિતી અનુસાર અયોધ્યામાં 15.76 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સરયુ નદી કાંઠે રામ કી પૌડી ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિપોત્સવમાં 19,000 સ્વયંસેવકોએ હાજરી આપી હતી. રામ કી પૌડીના 37 ઘાટ પર લાખો દિવા પ્રટાવવામાં આવ્યા હતાં. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ફક્ત તે જ દીવાઓને ધ્યાનમાં લીધા હતા જે પાંચ મિનિટ કે તેથી વધુ સમય માટે પ્રગટાવવામાં આવ્યા હતા. ઉપરાંત, વર્લ્ડ રેકોર્ડ ફર્મ દ્વારા ફરજિયાત 40 મિનિટની સમયમર્યાદામાં જ બધા દીવાઓ પ્રગટાવવાના હતા.