શનિવારે કતારના અલ વકરાહ સ્થિત અલ જનૌબ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ગ્રૂપ-ડી સૉકર મેચમાં ઑસ્ટ્રેલિયાએ ટ્યૂનિશિયાને ૧-૦થી હરાવ્યું હતું. ડાબેથી પહેલી તસવીરમાં ટ્યૂનિશિયાના અલી અબ્દી અને ઑસ્ટ્રેલિયાના ફ્રેન કોરાસિક વચ્ચે બૉલની ખેંચતાણ. બીજી તસવીર ઑસ્ટ્રેલિયાના ગોલકીપર મૅથ્યુ રયાને ગૉલ બચાવ્યો ત્યારની છે. ત્રીજી તસવીર ઑસ્ટ્રેલિયાના મિચેલ ડ્યુકે તેનો પહેલો સાઇડ ગોલ કર્યો ત્યારે નેટમાં પડેલા બૉલને જોતા ટ્યૂનિશિયાના ખેલાડી મોન્તસર તલ્બી (ડાબે), ટ્યૂનિશિયાના ગોલકીપર અયમીન દાહમેન (મધ્યમાં) અને ટ્યૂનિશિયાના ખેલાડી અલી અબ્દીની છે. (તસવીર: પીટીઆઈ)