ટેલિવિઝનની દુનિયાનામાં ટીઆરપીમાં ટોપ પર રહેનાર શો અનુપમામાં હવે મોટો ટ્વીસ્ટ જોવા મળશે અને આ ટ્વીસ્ટને કારણે શોના એક મુખ્ય કેરેક્ટરની એક્ઝિટ થશે. આ કેરેક્ટરની એક્ઝિટની અસર અનુજ-અનુમપાની લવ-લાઈફ પર જોવા મળશે. અત્યારે સિરિયલમાં ચાલી રહેલાં પ્લોટમાં જોવા મળી રહ્યું છે કે અનુજ શાહ પરિવારથી હેરાન થઈ ચૂક્યો છે અને તેણે શાહ પરિવારને પોતાના ઘરે જતાં રહેવા માટે પણ કહી દીધું છે. હવે એવી ખબર મળી રહી છે કે આ શોના આવનારા એપિસોડમાં છોટી અનુને ગમખ્વાર અકસ્માત નડશે. છોટી અનુ નવા વર્ષની પાર્ટી કરવા માટે મિત્રના ફાર્મ હાઉસ પર ગઈ છે અને પાર્ટી કરીને પાછી ફરી રહેલી છોટી અનુને એક્સિડન્ટ થશે. અનુપમા અને અનુજ તેની સલામતી માટે પ્રાર્થના કરશે, પણ છોટી અનુ નહીં બચી શકે. અનુપમા અને અનુજના હાથમાં જ છોટી અનુ આખરી શ્વાસ લેશે. અનુજ છોટી અનુના મૃત્યુ માટે અનુપમાને જવાબદાર ઠેરવશે અને બંને વચ્ચે અંતર વધતુ જશે. આગળ જતાં અનુપમા અને અનુજ હંમેશા માટે અલગ થઈ જશે.