યાત્રીઓની સેવામાં સતત વધારો કરવો એ રેલવેનો હેતુ છે અને આ યંત્રણાના ભાગરૂપે વિવિધ રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી છે, રેલવે સ્ટેશન પર વડિલો અને પ્રવાસીઓની સુવિધા માટે લિફ્ટ, એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં અંધેરી, બોરીવલી જેવા પ્રવાસીઓની ભારે ભીડ રહેતા સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી હતી. હવે માહિમ સ્ટેશન પર પણ એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવશે. એ માટે માહિમના રેલવે પ્લેટફોર્મ નંબર-1નો પ્લેટફોર્મ નંબર 1 પર ઉત્તર ફુટ ઓવર બ્રિજ (FOB)ની દક્ષિણ-પશ્ચિમ સીડીને તોડી પાડવામાં આવશે અને તેને સ્થાને એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવશે.
માહિમ સ્ટેશન પર સ્ટેશન સુધારણા કાર્યના ભાગરૂપે, પ્લેટફોર્મ નંબર 1 પર ઉત્તર FOB ની સીડી 3જી માર્ચ, 2023થી થોડા સમય માટે બંધ રહેશે. મુસાફરો પ્લેટફોર્મ નંબર 1 પર સમાન FOB ની દક્ષિણ પૂર્વ સીડીનો ઉપયોગ કરી શકશે.
યાત્રીઓને થનારી અસુવિધઆ માટે પશ્ચિમ રેલવેએ ખેદ વ્યક્ત કર્યો છે.