અઢી મીટર કરતા ઊંચા વાહનો માટે હાઈટ બૅરિયર લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ ઉપનગર અને શહેર વચ્ચે મહત્ત્વનો ગણાતો પરેલ ટી.ટી. ફ્લાયઓવરનું સમારકામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવવાનું છે, તેથી આ ફ્લાયઓવર પર ટુ વ્હીલર અને ભારે વાહનો માટે પહેલી જૂનથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાલિકાના કહેવા મુજબ ચોમાસા પહેલાના કામ માટે ફ્લાયઓવરના બંને રોડ પર એક્સપાન્શન જોઈન્ટ ભરવા સહિત રસ્તા પર રહેલા ખાડા પૂરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
તેથી ફ્લાયઓવર પર અમુક વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ જ ફ્લાયઓવર માટે હાઈટ બૅરિકેટ લગાવવાનું કામ પણ વોર્ડ સ્તરે કરવામાં આવવાનું છે, જેનું કામ ૩૧ મે સુધીમાં પૂરું કરવામાં આવવાનું છે.