મુંબઇના ચેમ્બુરમાં સોમવારે રાત્રે એક કાર્યક્રમ દરમિયાન જાણીતા ગાયક સોનુ નિગમ સાથે ઉદ્ધવ ગ્રુપના ધારાસભ્યના દિકરાએ મારા-મારી કરી હતી. મિડયામાં આવેલા સમાચારો મુજબ જ્યારે સોનુ નિગમ કાર્યક્રમમાં સ્ટેજ પરથી ગાઇ રહ્યા હતા તે દરમિયાન ઉદ્ધવ ગ્રુપના ધારાસભ્યના દિકરાએ પહેલાં તો સોનુ નિગમના મેનેજર સાથે દુરવ્યવહાર કર્યો. અને તેણે સોનુ નિગમને પણ ધક્કો માર્યો હતો.
મારા મારી કરનારે પહેલાં તો સોનુ નિગમના મેનેજરને સ્ટેજ પરથી ઉતરાનું કહ્યું. જ્યારે સોનુ નિગમ સ્ટેજથી નીચે ઉતરી રહ્યાં હતા ત્યારે એણે સોનુ નિગમને પણ ધક્કો માર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર તેણે સોનુ નિગમના મિત્રને પણ ધક્કો માર્યો હતો. જેને કારણે બંનેને ઇજા પહોંચી હતી. સોશીયલ મિડિયા પર વિડિયોપણ વાયરલ થયો જેમાં ધારાસભ્યનો આ દિકરો સોનુ નિગમ અને તેના મિત્રને ધક્કો મારતો દેખાય છે. આ ઘટનામાં સોનુ નિગમના ઉસ્તાદના દિકરા રબ્બાની ખાનને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઇલાજ બાદ તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ અંગે સોનુ નિગમે ચેમ્બુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. અને પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર દ્વારા આયોજીત ચેમ્બુરમાં ફેસ્ટીવલના ફિનાલેમાં સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યાં હતા. આક્ષેપ છે કે આ કાર્યક્રમ દરમિયાન પહેલાં તો ધારાસભ્યના દિકરાએ સોનુ નિગમના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂંક કરી હતી અને ત્યાર બાદજ્યારે સોનુ નિગમ સ્ટેજથી નીચે ઉતરી રહ્યાં હતા ત્યારે પહેલા તો તેણે ગાયકના બોડી ગાર્ડને ધક્કો માર્યો અને પછી સોનુ નિગમને પણ ધક્કો માર્યો હતો. આ ધક્કા-મુક્કીમાં તેમના ઉસ્તાદના દિકરા રબ્બાની ખાનને ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. સોનુ નિગમે આ અંગે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.