Homeદેશ વિદેશતમારા એટીએમ કાર્ડ પર દિવસના કેટલા રૂપિયા ઉપાડી શકો છો? જાણી લો...

તમારા એટીએમ કાર્ડ પર દિવસના કેટલા રૂપિયા ઉપાડી શકો છો? જાણી લો અહીં…

આજકાલ લોકો ડિજિટલ ઈન્ડિયાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છે અને શક્ય હોય એટલા કામો તેઓ ઓનલાઈન કરે છે. આફટર કોવિડ તો લોકો નાણાંકીય વ્યવહારમાં પણ ડિજિટલ થઈ ચાલ્યા છે. એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. આ બધા કાર્ડના ઉપયોગ માટેની પણ એક મર્યાદા હોય છે અને આજે આપણે એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્ત્વના નિયમ વિશે વાત કરીશું. આ નિયમ છે એટીએમ કાર્ડની મદદથી તમે કેટલા પૈસા ઉપાડી શકો છો? આ અંગે સરકારી અને ખાનગી બેંકોના પોત-પોતાના અલગ અલગ નિયમો છે. આજે અમે અહીં તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ અને HDFC બેંકની ATM લિમિટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ડિજિટલ પેમેન્ટના યુગમાં, રોકડની જરૂરિયાત ટાળી શકાતી નથી. UPI વ્યવહારો વધી રહ્યા છે. જો કે, હજી પણ એક વિભાગ છે જે રોકડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. શહેરો અને ગામડાઓમાં તમામ બેંકોના એટીએમ મશીનો લગાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, પૈસાની ઉપલબ્ધતા સરળ છે. જોકે, એટીએમમાંથી ઉપાડને લઈને પણ એક નિયમ છે. તમે રોજના ATMમાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો? આ અંગે સરકારી અને ખાનગી બેંકોના પોતાના નિયમો છે. આજે અમે તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ અને HDFC બેંકની ATM લિમિટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલાં વાત કરીએ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના ડેબિટ કાર્ડ ઓફર કરે છે. આ કાર્ડ્સ પર રોકડ ઉપાડની મર્યાદા અલગ અલગ હોઈ શકે છે. ક્લાસિક ડેબિટ કાર્ડ અથવા માસ્ટ્રો ડેબિટ કાર્ડ માટે રોજની રોકડ ઉપાડની મર્યાદા રૂ. 20,000 છે, જ્યારે SBI પ્લેટિનમ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ સાથે તમે એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકો છો. SBI Go Linked and Touch Tap ડેબિટ કાર્ડની મર્યાદા 40,000 રૂપિયા છે. સ્ટેટ બેંકના કાર્ડધારકો મેટ્રો સિટીમાં એક મહિનામાં ત્રણ ફ્રી વિડ્રોઅલ લઈ શકે છે. આ મર્યાદા વટાવી દીધા પછી, એસબીઆઈના એટીએમમાં ​​5 રૂપિયા અને અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એકાઉન્ટ હોલ્ડરે ​​10 રૂપિયાની ચૂકવવી પડશે.
એસબીઆઈથી આગળ વધીએ અને વાત કરીએ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો પ્લેટિનમ ડેબિટ કાર્ડમાંથી દરરોજ 50,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. PNB ક્લાસિક ડેબિટ કાર્ડની મર્યાદા 25,000 રૂપિયા છે. ગોલ્ડ ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા એકાઉન્ટમાંથી ડેઈલી વિડ્રોઅલની લિમિટ રૂ. 50,000 જેટલી છે. બેંક મેટ્રો સિટીમાં ત્રણ મફત ATM ટ્રાન્ઝેક્શન અને અન્ય વિસ્તારોમાં પાંચ મફત ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે.
HDFCની વાત કરીએ તો આ બેંક ડેબિટ કાર્ડ હોલ્ડરને મોટા શહેરોમાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે. મિલેનીયા ડેબિટ કાર્ડ માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા રૂ. 50,000 છે, જ્યારે મનીબેક ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડ ઉપાડની મર્યાદા રૂ. 25,000 છે. બેંક વિદેશી ATM ટ્રાન્ઝેક્શન માટે 125 રૂપિયાનો ચાર્જ કરે છે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક્સિસ બેંકના એટીએમ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો ATM ઉપાડ માટે Axis Bank દ્વારા પણ અન્ય બેંકની જેમ જ 3 અને 5 પોલિસી આપવામાં આવે છે. ત્યાર બાદ બાકીના દરેક ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. એક્સિસ બેંકની રોકડ ઉપાડ મર્યાદા 40,000 રૂપિયા પ્રતિ દિવસની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -