પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદના દીકરા અશરફનું એન્કાઉન્ટર કરવામાં આવ્યા પછી અતીક અહેમદ અને અશરફની હત્યા કરવામાં આવી હતી, પરંતુ ડરના માર્યા હવે અતીકની પત્ની શાઈસ્તા પરવીન અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે, ત્યારે ગાઝીપુરની પોલીસ મોસ્ટ વોન્ટેડની યાદી બહાર પાડી છે. આ યાદીમાં માફિયા મુખ્તાર અંસારી અને તેની પત્ની અફશાંનું નામ મોખરે હોવાનું પોલીસે જણાવ્યું હતું.
માફિયાની યાદીમાં મુખ્તાર અંસારીની પત્ની અફશાં અંસારીનું નામ પણ સામેલ છે. અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન પણ યુપી પોલીસના નિશાન પર છે. ઉમેશ પાલની હત્યા પછી તે ફરાર છે. હવે પૂર્વાંચલના માફિયા મુખ્તાર અંસારીની પત્ની પણ પોલીસના રડાર પર આવી છે. મુખ્તાર અંસારીની પત્ની અફશાં અંસારી પર કોતવાલી પોલીસ સ્ટેશનમાં 406, 420, 386, 506 અન્વયે કેસ નોંધાયેલ છે,
જ્યારે શાઈસ્તાના માફક પચાસ હજારનું ઈનામ પણ પોલીસે જાહેર કરેલ છે. 12 મોસ્ટ વોન્ટેડની યાદીમાં અફશાં અને જાકીરના સિવા સોનુ મુસહર, સદ્દામ હુસૈન, વિરેન્દ્ર દુબે, અંકિત રાય, અંકુર યાદવ, અશોક યાદવ, અમિત રાય અન અંગદ રાયનો સમાવેશ થાય છે. આ બધા ગુનેગારના નામે પચીસ-પચીસ હજારનું ઈનામ જાહેર કરેલું છે.
આ બંને માફિયાની હત્યા થયા પછી ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યને માફિયામુક્ત બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ હવે પોલીસ સક્રિય બન્યું છે. યુપીની ગાઝીપુર પોલીસ જાહેર કરેલી મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં એવા ગુનેગારનો સમાવેશ છે, જેમાં પોલીસવતીથી તેમના નામે ઈનામ જાહેર કર્યું છે.
અહીં એ જણાવવાનું કે અતીકની હત્યા પછી યુપીની પોલીસે માફિયામુક્ત ઉત્તર પ્રદેશ બનાવવા માટે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી બનાવી છે, જે યાદીમાં ગંભીર ગુનાનો સમાવેશ થાય છે અને આ બધા ગુનેગારના નામે પચાસ હજારથી લઈને પાંચ લાખ રુપિયા સુધીના ઈનામનો સમાવેશ થાય છે.