Homeટોપ ન્યૂઝયુપીમાં બુલડોઝર બાદ હવે એન્કાઉન્ટરઃ અતીકને પોતાના માટે ડર હતો ને માર્યો...

યુપીમાં બુલડોઝર બાદ હવે એન્કાઉન્ટરઃ અતીકને પોતાના માટે ડર હતો ને માર્યો ગયો દીકરો

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસન દરમિયાન ગેરકાયદે ઊભા કરવામાં આવેલા મકાનો પર બુલડોઝર ફેરવવાની ઘટનાઓ સતત બનતા છાપાઓમાં ચમકતી હતી અને ચર્ચાનો તેમ જ વિવાદનો વિષય બની ગયો હતો, પરંતુ હવે અસદના થયેલા એન્કાઉન્ટરથી ફરી ચર્ચાનો વિષય એન્કાઉન્ટર પર કેન્દ્રીત થશે.

અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે પોતે વિધાનસભામાં આપેલી માહિતી અનુસાર છ વર્ષમાં 10,000 એન્કાઉન્ટર થયા છે, જેમાં 63 ગુનેગારોનો ખાતમો બોલાવવામાં આવ્યો છે અને અમુક પોલીસ જવાનો પણ શહીદ થયા છે. ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી દેશમાં લગભગ સૌથી વધારે રહે છે અને આ રાજ્ય ગુનાખોરી માટે જ જાણીતું છે ત્યારે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની યોગી આદિત્યનાથની નીતિથી હોવાનો દાવો કરે છે. જોકે આના કાનૂની પાંસા પણ હોય છે.

તેમાં વળી, ભૂતપૂર્વ સાંસદ અને માફિયા એવા અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર થતા ફરી ઉત્તર પ્રદેશમાં થતાં એન્કાઉન્ટર ચર્ચાનો વિષય બનશે. નવાઈ અને અચંબાની વાત તો એ છે કે સાબરમતી જેલમાં સબડતા અતીકે સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલમાં પોતાને જાનથી મારી નાખવામાં આવે તેવો ભય વ્યક્ત કર્યો હતો. તેને પહેલીવાર જ્યારે સાબરમતીથી ઉત્તર પ્રદેશ લઈ જવાયો ત્યારે જ અતીકે શંકા વ્યક્ત કરી હતી. અને કોર્ટની સુનાવણી બાદ તરત તેને ફરી સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યો. આ ઘટનાના એક અઠવાડિયા બાદ ફરી બે દિવસ પહેલા તેને સાબરમતી જેલ, અમદાવાદથી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ ખાતે કોર્ટમાં હાજર રહેવાન લઈ જવામાં આવ્યો હતો.

અતીકે આ સમયે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે કોર્ટે મને વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા અનુમતી આપી છે, છતાં મને શા માટે લઈ જવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુપી પોલીસે બોડી વોર્ન કેમેરા લગાવ્યા હતા જેથી આખી મુસાફરી કેમેરામાં કેદ થાય. અહીં જતી વેળા બિછવારા પોલીસ સ્ટેશન ખાતે તેની પોલીસ વેન ખોટકાઈ જતા અટકી પડી હતી અને બીજી વેન આવે ત્યાં સુધી તેને અહીં જ રાખવામાં આવ્યો હતો. અચાનક તેના દીકરાનું એન્કાઉન્ટ થતાં સૌની માટે ખૂબ આશ્ચર્યજનક ઘટના છે. અતીકનો પુત્ર ગુનેગાર જ હતો અને ભાગતો ફરતો હતો તેથી તેના આવા અંજામ બદલ ઉમેશ પાલના પરિવારે સંતોષ વ્યક્ત કયો છે. સાથે આ ઘટનાએ દેશનો રાજકીય માહોલ ગરમાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -