Homeટોપ ન્યૂઝઅતીક અહેમદનો દીકરો અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો, શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર

અતીક અહેમદનો દીકરો અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો, શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર

ઉમેશ પાલ મર્ડર કેસમાં ફરાર માફિયા અતીક અતીકના દીકરા અસદ અને તેના સાથી ગુલામને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં મારી પાડવામાં આવ્યા છે. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીમાં થયું હતું. એસટીએફનો દાવો છે કે તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.

“>

 

અસદ અને ગુલામ બંને પાસે નવા સિમ કાર્ડ અને નવા ફોન મળી આવ્યા છે. તેમની પાસેથી વિદેશી હથિયારો પણ મળી આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અસદ અને ગુલામે પોલીસ પર ફાયરિંગ કર્યું અને જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. આ દરમિયાન બંનેના મોત થયા હતા.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે યુપી એસટીએફની સરાહના કરી છે. યુપીના મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યપ્રધાન યોગીને આ એન્કાઉન્ટર અંગે જાણકરી આપી છે. એન્કાઉન્ટર બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક બોલાવવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યપ્રધાન સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે.

યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ અસદના એન્કાઉન્ટર અંગે  ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું- યુપી એસટીએફને અભિનંદન, શ્રી ઉમેશ પાલ એડવોકેટ અને પોલીસ કર્મચારીઓના હત્યારાઓનો આવોજ અંત થવો જોઈએ.

“>

એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો ગુલામ પણ ઉમેશ પાલ હત્યા કેસમાં પણ સામેલ હતો. જે સીસીટીવી ફૂટેજમાં ટોપી પહેરીને જોવા મળ્યો હતો. ઘટના બાદ ગુલામ ફરાર થઈ ગયો હતો. તેઓ અતીક અહેમદના પરિવાર સાથે લાંબા સમયથી જોડાયેલો હતો. તે મરિયાડીહનો રહેવાસી હતો, જ્યાં ભૂતકાળમાં આ ટોળકીએ અનેક સનસનીખેજ ઘટનાઓને અંજામ આપ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં, 24 ફેબ્રુઆરીના રોજ એડવોકેટ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષા કર્મચારીઓની ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેની મદદથી મોટાભાગના શૂટરોની ઓળખ થઈ હતી. ઘટનાના બીજા દિવસે ઉમેશ પાલની પત્ની જયા પાલે ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાવી હતી. આ એફઆઈઆરમાં પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અતીકના બે પુત્રો, અતીકના સાથી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય નવને હુમલા માટે આરોપી તરીકે સામેલ કરાયા તા. આ પછી યુપી પોલીસે ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -