Homeટોપ ન્યૂઝઅતીક અહેમદનો અંત: માયાવતી સરકાર સાથે દુશ્મનાવટ ભારે પડી પછી જે થયું...

અતીક અહેમદનો અંત: માયાવતી સરકાર સાથે દુશ્મનાવટ ભારે પડી પછી જે થયું એ જગજાહેર છે…

નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અને ગુલામના એન્કાઉન્ટરના બે દિવસ બાદ અતીક અહેમદને શનિવારે રાતે પોલીસ અને મીડિયાની હાજરીમાં ઠાર કરવામાં આવ્યો છે. અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનું અકલ્પનીય મોત થયું. એનાં પછી મીડિયા મારફત યોગી સરકારને કસૂરવાર ગણાય છે, પણ એ કોઈ બોલતું નથી કે તેના નામે અનેક લોકોની હત્યા સાથે પણ અનેક ગુનાહિત રેકોર્ડ છે.
જોકે એક નાના ગુનેગાર જ નહિ સગીર વયે એટલે માત્ર સત્તર વર્ષની ઉંમરે અતીકનાં નામે હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો અને એના પછી ગુનાની દુનિયામાં રાજ કર્યું. જોકે, માયાવતીની સરકારે અતીકને જેલના સળિયા પાછળ ધકેલી જવામાં કોઈ કસર રાખી નહિ અને બાકી કસર (ઉમેશ પાલના અપહરણ હત્યા કેસમાં) યોગી આદિત્યનાથની સરકારે પૂરી કરી હતી. મૂળ વાત અતીકનાં અંતની. ૧૭ વર્ષની નાની ઉંમરથી ગુનાની દુનિયામાં એન્ટ્રી કરી. એટલે વર્ષ 1979થી શરૂ થઇ હતી ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી. પણ માફિયા વર્લ્ડમાં ૧૬-૧૭ વર્ષ રાજ કર્યું અને ૧૯૯૫થી ગ્રહ બદલાયા હતા પછી વિધાનસભ્ય અને સાંસદ બન્યા પછી પણ ગુનાઓની કાળીટીલીએ સાથ છોડ્યો નહોતો.
વિગતે વાત કરીએ તો
ફિરોઝ અહેમદ (અતીકનો પિતા) પરિવાર અલાહાબાદના ચકિયા વિસ્તારમાં રહેતો હતો, જેઓ પરિવારના ભરણપોષણ માટે ઘોડાગાડી ચલાવતા હતા. ફિરોઝનો પુત્ર અતીક હાઈસ્કૂલમાં નાપાસ થયો હતો. પછી તેનું મન અભ્યાસ પરથી હટી ગયું હતું. તેને ધનવાન બનવાની લાલચ હતી. આથી તે ખોટા ધંધામાં પડી ગયો અને ખંડણી વસૂલવા લાગ્યો.
જૂન ૧૯૯૫માં લખનઉ ગેસ્ટ હાઉસની ઘટનામાં અતીક અહેમદનું નામ મુખ્ય આરોપીઓમાંનું એક હતું, જેણે માયાવતી પર હુમલો કર્યો હતો. માયાવતીએ ગેસ્ટ હાઉસની ઘટનામાં ઘણા આરોપીઓને માફ કર્યા હતા, પરંતુ અતીક અહેમદને છોડ્યા ન હતા. માયાવતી સત્તામાં આવ્યા પછી અતીક અહેમદ માટે કાઉન્ટડાઉન શરૂ થયું, તેથી જ્યારે પણ બીએસપી સત્તામાં આવી ત્યારે અતીક હંમેશાં તેમના નિશાના પર રહ્યા. માયાવતી શાસન દરમિયાન અતીક અહેમદ પર કાનૂની જાળ કડક બનાવવાની સાથે તેમની મિલકતો પર બુલડોઝર ચલાવવાથી લઈને ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
યુપીમાં માયાવતી સરકાર દરમિયાન અતીક અહેમદ જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. બીએસપીના યુગ દરમિયાન અતીકની ઓફિસને તોડી પાડવામાં આવી હતી તેમ જ તેની મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો અને પ્રયાગરાજમાં તેની રાજકીય પકડ માત્ર નબળી જ નહીં, પરંતુ સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૦૪માં અતીક સાંસદ બન્યો હતો. દેશમાં સામાન્ય ચૂંટણીઓ થઈ ચૂકી હતી. બાહુબલી નેતા અતીક અહેમદ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર યુપીની ફુલપુર લોકસભા બેઠક પરથી જીત્યા. અગાઉ અતીક અહેમદ અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી વિધાનસભ્ય હતા. બેઠક ખાલી પડી હતી.
૨૫ જાન્યુઆરી ૨૦૦૫માં રાજુ પાલ હત્યા કેસ પેટાચૂંટણીમાં અશરફની હારને કારણે અતીક અહેમદની છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ધીરે ધીરે મામલો શાંત પડવા લાગ્યો. જોકે, રાજુ પાલની જીતની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. પ્રથમ વખત વિધાનસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિના પછી ૨૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ નામના બે લોકો પણ માર્યા ગયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સનસનીખેજ હત્યાએ યુપીના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
આ સનસનાટીભર્યા મર્ડર કેસમાં તત્કાલિન સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફના નામ સીધા જ સામે આવ્યા. રાજુપાલની પત્ની પૂજા પાલે એફઆઈઆર નોંધાવી હતી. દિવસે દિવસે વિધાનસભ્ય રાજુ પાલની હત્યાથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો. બસપાએ સપા સાંસદ અતીક અહેમદ પર હુમલો કર્યો હતો. જ્યારે, દિવંગત વિધાનસભ્ય રાજુ પાલની પત્ની પૂજા પાલે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો હતો. તે રિપોર્ટમાં સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, ખાલિદ અઝીમનું નામ હતું. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

મુખ્ય સાક્ષી હતો ઉમેશ પાલ
આ હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં ઉમેશ પાલ મહત્વનો સાક્ષી હતો. જ્યારે કેસની તપાસ આગળ વધી ત્યારે ઉમેશ પાલને ધમકીઓ મળવા લાગી. પોતાના જીવને જોખમ ગણાવતા તેણે પોલીસ અને કોર્ટને રક્ષણ માટે અપીલ કરી હતી. આ પછી કોર્ટના આદેશ પર યુપી પોલીસ દ્વારા ઉમેશ પાલને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
વિધાનસભ્ય રાજુપાલ હત્યા કેસની તપાસ અને તપાસમાં સંકળાયેલી પોલીસે રાત-દિવસ એક કરી નાખ્યાં હતા અને આ હત્યાની તપાસ કર્યા બાદ પોલીસે તત્કાલિન એસપી સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ સહિત ૧૧ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

૨૨ જાન્યુઆરી ૨૦૧૬માં
રાજુ પાલના પરિવાર પણ સીઆઇડીની તપાસથી નારાજ હતી. હતાશ થઈને તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. આ મામલાની સુનાવણી બાદ દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.

20 ઓગસ્ટ 2019
સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ રાજુ પાલ હત્યા કેસમાં નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી. લગભગ ત્રણ વર્ષની તપાસ બાદ સીબીઆઈએ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

1 ઓક્ટોબર 2022
દિવંગત વિધાનસભ્ય રાજુ પાલ હત્યા કેસની સુનાવણી કરતી વખતે વિશેષ સીબીઆઈ કોર્ટના જજ કવિતા મિશ્રાએ છ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આ હત્યા કેસમાં પૂર્વ વિધાનસભ્ય અશરફ, પૂર્વ સાંસદ અતીક અહેમદના ભાઈ સહિત અન્ય લોકો સામેલ હતા. તમામ આરોપીઓ સામે હત્યા, હત્યાનું કાવતરું અને હત્યાના પ્રયાસના આરોપો ઘડવામાં આવ્યા હતા. જો કે, કોર્ટની સામે આરોપીઓએ આરોપોને નકારી કાઢ્યા અને ટ્રાયલની માંગ કરી. કેસની સુનાવણી માટે આરોપી અશરફ અને ફરહાનને જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે રણજીત પાલ, આબિદ, ઈસરાર અહેમદ અને જુનૈદ જેઓ જામીન પર બહાર છે તેઓ પોતે આવીને કોર્ટમાં હાજર થયા હતા.

24 ફેબ્રુઆરી 2023
વાસ્તવમાં આ હુમલામાં માર્યા ગયેલા ઉમેશ પાલ પ્રયાગરાજના રાજુપાલ મર્ડર કેસનો મહત્વનો સાક્ષી હતો. તેમની જુબાની પર જ બાહુબલી અતીક અહેમદ સહિત તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉમેશ પાલને અગાઉ પણ ધમકીઓ મળી હતી. આ જ કારણ છે કે કોર્ટના આદેશ પર યુપી પોલીસે તેમને બે સુરક્ષાકર્મીઓ આપ્યા હતા, પરંતુ શુક્રવારે પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ઉમેશ પાલ પર સંપૂર્ણ તૈયારી સાથે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -