Homeટોપ ન્યૂઝઅતીક અને અશરફનો અંત

અતીક અને અશરફનો અંત

દસમું નાપાસ ગેંગસ્ટર કમ રાજકારણી અતીક અહેમદની ક્રાઇમ કુંડળી જાણો?

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશનાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા પછી અપરાધી બનેલા અતીક અહેમદ અને એનો પરિવાર ફરી ચર્ચામાં આવી ગયો છે. એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા અસદ અને તેનો સાગરીત મહોમદ ગુલામની આજે અંતિમવિધિ પાર પાડવામાં આવી ત્યાં રાતના અતીક અહેમદ અને ભાઈ અશરફ અહમદની ખુલ્લેઆમ ત્રણ શખસ દ્વારા બદુક દ્વારા ફાયરિંગ કરીને ત્યાં જ તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના પ્રયાગરાજના મેડિકલ કોલેજની બહાર પોલીસ અને મીડિયાની વચ્ચે બની અને વિડિયોમાં કેદ થયા પછી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પર પસ્તાળ પડવા લાગી છે, પણ આ અતીક અહેમદનાં ક્રાઇમ કુંડળી જાણવા જેવી છે.

અતીક અહેમદ ખૂંખાર માફિયા બનવાથી લઈને જેલની સજા અને આખરી અંજામ સુધીની દાસ્તાન આટલી ભયંકર હશે એવું કોઈએ કલ્પના કરી નહોતી. ઉત્તર પ્રદેશના ડોન અતીક અહમદે નાની ઉંમરમાં જ ગુનેગારીની કાળી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. અતીકનો જનમ અલાહાબાદમાં દસમી ઓગસ્ટ, 1962ના રોજ થયો હતો. પિતા ફિરોઝ અહેમદ ઘોડાગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

અતીકે ઘરની નજીક આવેલી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તે દસમાં આવ્યો ત્યારે તે નાપાસ થયો, ત્યાર બાદ સ્થાનિક ગુંડાઓની સંગતમાં આવી ગયો. ઝડપથી ધનવાન થવા માટે તેણે લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓ બિન્દાસ્ત કરવા લાગ્યો હતો. વર્ષ 1997માં તેની સામે હત્યાનો પહેલો કેસ નોંધાયો હતો. એ વખતે અલાહાબાદના જૂના શહેરમાં ચાંદબાબાનો ડર રહેતો હતો. ચાંદબાબાને અલાહાબાદનો મોટો ગુંડો ગણાતો હતો. સામાન્ય જનતા, પોલીસ અને રાજકારણીઓ દરેક ચાંદબાબાથી ડરતા. બસ, અતીક અહેમદે તેનો લાભ લીધો હતો. અધૂરામાં પૂરું પોલીસ અને રાજકારણીઓ સાથે સાંઠગાંઠ કરીને અને થોડા વર્ષોમાં તો તે ચાંદબાબા કરતા પણ મોટો ગુંડો બની ગયો. ગુનાહિતની દુનિયામાં જેટલી ઝડપથી આગળ વધીને સફળ રહ્યો હતો એટલો જ રાજકારણમાં પણ.

અતીકને આ બધામાંથી બચવાનો સૌથી સહેલો રસ્તો રાજકારણનો લાગ્યો અને વર્ષ 1989માં તેણે અલાહાબાદ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડયો હતો અને જીત્યો પણ હતો. અપક્ષ ઉમેદવાર તરીકે રાજકારણની કારકિર્દી શરૂ કર્યા પછી અતીક સમાજવાદી પાર્ટી (સપા)માં જોડાયો હતો અને પછી અપના દળમાં જોડાયો. અતીક પાંચ વખત વિધાનસભ્ય અને એક વખત ફૂલપુરથી સાંસદ બન્યો હતો.

પરિવારની વાત કરીએ તો
અતીકને હતા પાંચ પુત્ર છે, જેમાં અતીકે વર્ષ 1996માં શાઇસ્તા પરવીન સાથે લગ્ન કર્યા હતા. બંનેને પાંચ પુત્ર છે, જેમાં મોહમ્મદ ઉમર, મોહમ્મદ અલી, અસદ અહેમદ અને બે નાના પુત્રો. તેના પાંચ પુત્રમાંથી ત્રણનો પણ ગુનાહિત રેકોર્ડ છે. બે પુત્રો – મોહમ્મદ ઉમર અને મોહમ્મદ અલી જેલમાં છે, જ્યારે, બે પુત્રો મોહમ્મદ અહજામ અને મોહમ્મદ અબાન – ક્યાં છે એની કોઈ માહિતી નથી. એન્કાઉન્ટર કરવામાં આવેલા અસદ પર રૂપિયા પાંચ લાખનું ઈનામ હતું, જ્યારે અતીકનો પુત્ર અસદ અહેમદ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતો અને 24 ફેબ્રુઆરીની હત્યા બાદ પોલીસ તેને શોધી રહી હતી અને આખરે 13મી એપ્રિલે યુપી એસટીએફએ ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર કર્યું હતું. અસદ સિવાય હાલમાં ઉમર જેલમાં બંધ છે, જ્યારે ઉમર પર મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં લઈ જવાનો આરોપ છે. તે દરમિયાન અતીક દેવરિયા જેલમાં બંધ હતો. જેલમાં અતીકે મોહિત જયસ્વાલને માર માર્યો હતો અને તેની પાસેથી ખંડણી માંગી હતી. એવો પણ આરોપ છે કે તેણે પીડિત બિઝનેસમેનની કંપની તેના સહયોગીના નામે ટ્રાન્સફર કરાવી હતી. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દીકરા મોહમ્મદ અલી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો છે.

પોલીસ તેના પર 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. અતીક અને અશરફ જેલમાં હોવાને કારણે અલી ખંડણીનું કામ કરતો હતો. અલી લોકોને તેના પિતા સાથે ફોન પર વાત કરાવતો હતો અને જો તેઓ ખંડણીના પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. શાઇસ્તા પણ ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન વર્ષની શરૂઆતમાં જ બહુજન સમાજ પાર્ટી (બસપા)માં સામેલ થઈ ગઈ છે. તેમના સિવાય પુત્ર અહજમ અહેમદે પણ બસપાનું સભ્યપદ લીધું છે. એવી ચર્ચા હતી કે બસપા તેમને પ્રયાગરાજ મેયર પદ માટે ઉમેદવાર બનાવી શકે છે પરંતુ ઉમેશ પાલની હત્યા બાદ માયાવતીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતને નકારી કાઢી હતી. યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા શાઈસ્તા પરવીન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એઆઈએમઆઈએમ)માં સામેલ થઈ હતી. ઓવૈસીએ પોતે તેમને લખનઉમાં પાર્ટીની સદસ્યતા અપાવી હતી. આ પછી તેમને ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવ્યાં હતાં, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી. શાઇસ્તા ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર છે અને પોલીસે તાજેતરમાં તેના પરનું ઇનામ બમણું કરીને 50,000 રૂપિયા કર્યું છે, જે પણ આત્મ સમર્પણ કરવાની વાત છે.

અશરફનો પણ ગુનાહિત રેકોર્ડ
વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીમાં, અતીક અહેમદ ફુલપુરથી સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યો અને સાંસદ તરીકે દિલ્હી ગયો. આ પછી અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ બસપાએ રાજુ પાલને પોતાની સામે ઉભા કરી દીધા. તે પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા હતા. માત્ર અશરફ જ નહીં અતીક પણ આ હાર પચાવી શક્યો નહોતો. પેટાચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિનાઓ બાદ 25 જાન્યુઆરી, 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ પણ માર્યા ગયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યા કેસમાં સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનું સીધું કનેક્શન બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -