પ્રયાગરાજ: ગેન્ગસ્ટર-કમ-રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે પ્રયાગરાજમાં હત્યા થઈ હતી. તબીબી પરીક્ષણ માટે બંને ભાઈને પોલીસ હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મીડિયાકર્મીઓ આ લોકોની સાથે વાત કરી રહ્યા હતા અને અચાનક જ ગોળીબાર થયો હતો. આથી શૂટિંગ કેમેરા પર ઝડપાયું હતું. અહેમદ અને તેના ભાઈ પર મીડિયાકર્મીના સ્વાંગમાં આવેલા બે વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો અને બંને ઢળી પડ્યા હતા. પોલીસે હુમલાખોરોને ઝડપી લીધા હતા. અહેમદ અને અશરફના મૃતદેહને ઘટના સ્થળથી લઈ જવામાં આવ્યા હતા. આ હત્યાની ઘટના પછી આ વિસ્તારમાં તણાવનું સર્જન થયું હતું.
વર્ષ ૨૦૦૫માં ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં કોર્ટ સુનાવણી માટે બંનેને પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા. આ અગાઉ ૧૩મી એપ્રિલ અતીક અહેમદના પુત્ર અસદ અને તેના સાગરિતને એક એન્કાઉન્ટરમાં સામસામા ગોળીબારમાં બંનેનું મોત થયું હતું.
આ ઘટનાના સંબંધમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેવું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ‘અમે તપાસ કરી રહ્યા છે. ધરપકડ કરાયેલાની પૂછપરછ હજુ અમે કરી નથી.