મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની વેબ સિરીઝ ‘દહાદ‘ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યાં તેણે વ્હાઈટ એન્ડ ગ્રે કલરનો બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. રેડ કાર્પેટ પર સોનાક્ષી અને હુમાની મિત્રતા જોવા જેવી હતી. અહીંના સ્ક્રીનિંગમાં ફરાહન અખ્તર પણ પહોંચ્યો હતો, જ્યારે અન્ય કલાકારને ડ્રોપ કરવામાં આવ્યા હતા.
આ બંને અભિનેત્રીઓ કેમેરા સામે એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. હુમાએ સૌની સામે સોનાક્ષીને કિસ કરી હતી. બંનેની વચ્ચે જોરદાર બોન્ડિંગ છે, જે હુમા સોનાક્ષીની બીએફએફ હોવાનું કહેવાય છે. બોલીવૂડની ઈન્ડસ્ટ્રીમાં બંને વચ્ચે નવી દોસ્તીની શરૂઆત થઈ છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે સોનાક્ષીની પાર્ટીમાં બધાની નજર હુમા પર ટકેલી હતી, જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર લોકોએ હુમાને તેના ડ્રેસના કારણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું હતું કે હુમાએ સોનાક્ષી પાસેથી ડ્રેસિંગ સેન્સ શીખવી જોઈએ. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે હુમાએ જાણીજોઈને બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો, જેથી તે સોનાક્ષીની સાથે સાથે પોતે પણ લાઇમલાઇટમાં આવે. કોઈકે તો હુમાની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી.
હવે એ વાત પણ તમને જણાવી દઈએ કે હુમાએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડમાં આગવું જ સ્થાન બનાવ્યું છે. સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મ ‘ડબલ એક્સએલ‘માં કામ કર્યું છે. બંનેની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી અને ત્યાંથી હુમા અને સોનાક્ષી વચ્ચે મિત્રતા શરૂ થઈ અને સોનાક્ષી સિન્હાની વેબ સિરીઝ ‘દહાડ‘ના સ્ક્રીનિંગમાં અમને જોવા મળ્યું કે તેમની મિત્રતા કેટલી ગાઢ છે. તેની રિલીઝ ડેટ આવતીકાલે થશે એવું કહેવાય છે.