ઈન્દોર ખાતે નવી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ દ્વારા આયોજિત પૂજાપાઠમાં ચેરપર્સન ટીના અંબાણી ઉપસ્થિત રહ્યા હતા, ત્યાર બાદ હૉસ્પિટલના કર્મચારીઓને મળીને તેમને એકબીજા સાથે અભિવાદન કર્યું હતું. ‘દરેકના જીવનનું મહત્ત્વ’ છે એ સિદ્ધાંતના આધારે ઈન્દોરના નિપાનિયા વિસ્તારમાં નિર્મિત સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ દર્દી કેન્દ્રિત અને ટેરિટરી કેર સંસ્થા છે. નવી આરોગ્ય સંભાળ શ્રેષ્ઠતમ અનુભવ અને શ્રેષ્ઠતમ તબીબી સારવારની શરૂઆત આ પૂજા સાથે થઈ છે. હૉસ્પિટલની ઔપચારિક શરૂઆત થોડા દિવસોમાં થશે. અહીંની હૉસ્પિટલ ઈન્દોરના લોકો માટે સુલભ ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ અને મધ્ય ભારતમાં આરોગ્યસંભાળ ક્ષેત્રે એક નવો સીમાચિહન સ્થાપિત કરશે.