(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના ઇન્ફલેશન ડેટા પર નજર સાથે એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતૂં. અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા એટલે મહત્ત્વના છે કે નિષ્ણાતો અનુસાર ફેડરલ રિઝર્વના આગામી વલણ માટે આ ડેટામાંથી સંકેત મમળી શકશે. ટોકિયો સ્થિત એસીવાય સિક્યુરિટીઝના ચીફ ઇકોનોમિસ્ટ બેનેટ ક્લિફર્ડે કહ્યું હતું કે સૌની નજર યુએસ ઇન્ફલેશનના ડેટા પર છે.
જાપાનનો નિક્કી એવરેજ પ્રારંભમાં ઊછળ્યો હતો, પરંતુ બપોરે તે માત્ર ૦.૧ ટકાના સુધારા ાસથે ૨૬,૪૪૮.૧૩ પોઇન્ટની સપાટીએ હતો. ઓઔસ્ટ્રેલિયાનો એએસએક્સ ૨૦૦ પોઇન્ટ ઉછળીને ૭૨૮૦.૪૦ પોઇન્ટની સપાટીએ જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી ૦.૫ ટકા વધીને ૨૩૭૦.૫૮ની સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ હોંગકોંગનો હેંગસેંગ ૦.૧ ટકા ગબડીને ૨૧,૪૦૬.૦૨ અને ચાઇનાનો શાંઘાઇ કમ્પોઝિટ ૦.૨ ટકા ગબડીને ૩,૧૫૬.૪૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.