પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 12982-12981 અસારવા( અમદાવાદ)-જયપુર અસારવા( અમદાવાદ) એક્સપ્રેસ ટ્રેનની ગતિ તા. 24મી એપ્રિલ 2023 થી વધારવામાં આવી રહી છે. જેના કારણે ઘણો સમય બચશે.
રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, આ ટ્રેનની ગતિ વધવાથી અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન ના સમયમાં આંશિક ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 12982 અસારવા જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. 24મી એપ્રિલથી અસારવા થી તેના નિર્ધારિત સમય 18.45 ને બદલે 19.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે તેના પૂર્વ નિર્ધારિત સમયે સવારે 07.35 કલાકે જયપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. 24મી એપ્રિલથી જયપુરથી તેના નિર્ધારિત સમય 19:35 ના બદલે 20:45 કલાકે ઉપડશે તથા બીજા દિવસે તેના નિર્ધારિત સમય 08:50 કલાક ના સ્થાને 08:35 કલાકે અસારવા પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09402 હિંમતનગર અસારવા ડેમૂ સ્પેશ્યલ તા, 25મી એપ્રિલથી હિંમતનગરથી તેના નિર્ધારિત સમય કરતાં 06.30 કલાક ને બદલે 10 મિનિટ પહલા 06:20 કલાકે ઉપડીને 06:24 કલાકે હાપા રોડ, 06:32 કલાકે સોનાસણ, 06:42 કલાકે પ્રાંતિજ, 06:50 કલાકે ખારી અમરાપુર, 06:56 કલાકે તલોદ, 07:04 કલાકે ખેરોલ, 07:11 કલાકે રખિયાલ, 07:17 કલાકે જાલીયા મઠ, 07:25 કલાકે નાંદોલ દહેગામ, 07:33 કલાકે ડભોડા, 07:40 કલાકે મેદરા, 07:46 નરોડા, 07:50 કલાકે સરદારગ્રામ, 07:52 કલાકે સૈજપુર તથા 08:15 કલાકે અસારવા પહોંચશે તેમ જણાવ્યુ હતું.