Homeવેપાર વાણિજ્યરૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. બાવીસનો સાધારણ સુધારો, ચાંદી...

રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. બાવીસનો સાધારણ સુધારો, ચાંદી રૂ. ૩૬૯ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. બાવીસનો સુધારો આવ્યો હતો, જ્યારે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૯નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. બાવીસ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૮૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૦૬૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવઘટાડાના આશાવાદ હેઠળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૬૯ના ઘટાડા સાથે રૂ. ૬૬,૩૭૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત રોકાણકારોની નજર અમેરિકાના ટૂંક સમયમાં જાહેર થનારા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) પર હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૮૬૧.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૮૭૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાલને તબક્કે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ સામે પુરવઠો મર્યાદિત હોવાને કારણે ચાંદીમાં મજબૂત તેજીતરફી પરિબળો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.
હાલ બજાર વર્તુળોની નજર સીપીઆઈના ડેટા પર સ્થિર થઈ છે. જો ફુગાવામાં વધારો જોવા મળશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરશે અને જો ફુગાવામાં ઘટાડો થશે તો ફેડરલ વ્યાજદર વધારવાનું સ્થગિત રાખે તો સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર સુધીની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા બજાર વર્તુળો રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -