Homeટોપ ન્યૂઝડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૩૧૮ની તેજી, ચાંદીમાં રૂ....

ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૩૧૮ની તેજી, ચાંદીમાં રૂ. ૨૬૭ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ૦.૨ ટકા અને વાયદામાં ૦.૪ ટકાની તેજી આવી હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં છ પૈસાની નરમાઈ રહેતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૬થી ૩૧૮ની તેજી આવી હતી. તેમ જ ઓનલાઈન વાયદામાં પણ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૧૨ની ઊચી સપાટીએ પહોંચ્યા બાદ રૂ. ૫૭,૦૪૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જ્યારે ચાંદીમાં વિશ્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૬૭ની પીછેહઠ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૬૭ના ઘટાડા સાથે રૂ. ૬૮,૦૦૬ના મથાળે રહ્યા હતા. વધુમાં ચાંદીથી વિપરીત સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડવાને કારણે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૬ વધીને રૂ. ૫૭,૧૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૮ વધીને રૂ. ૫૭,૩૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા ભાવને કારણે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ઠપ્પ થઈ ગઈ હોવાનું ડીલરોએ જણાવ્યું હતું.
આગામી ગુરુવારે અમેરિકાનાં ચોથા ત્રિમાસિકગાળાનાં જીડીપીનાં ડેટાના અંદાજની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૩૫.૦૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ૧૯૩૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૫૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો આગામી ગુરુવારે અમેરિકા ખાતે વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકગાળા માટે જીડીપી વૃદ્ધિ ધીમી પડવાના અંદાજ મુકવામાં આવશે તો સોનાના વૈશ્વિક ભાવ વધીને ઔંસદીઠ ૧૯૬૦ ડૉલરની સપાટી પાર કરી જશે, પરંતુ ૨૦૦૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મૅટ સિમ્પસને વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -