ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાનો નવ વિકેટે વિજય થયો હતો અને ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જીત્યા બાદ સ્ટિવ સ્મિથે જણાવ્યું છે કે મારો સમય હવે પૂરો થયો અને આ ટીમ હવે કમિંન્સની ટીમ છે. આનો અર્થ એ થયો કે સ્ટિવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ છોડી દીધી છે અને આગામી ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની પેટ કમિંન્સ સંભાળશે. ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે 9 માર્ચથી શરૂ થઈ રહી છે. આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજરી આપવાના છે.