મુંબઈઃ બોલીવૂડની સુપરસ્ટાર અને સોશિયલ મીડિયામાં પર નિરંતર છવાયેલી રહેતી મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ઘાયલ (એન્જિયોપ્લાસ્ટી) થયા પછી તાજેતરમાં તેની જાણીતી વેબ સિરીઝમાં જોરદાર કમબેક કર્યું છે. આ વેબ સિરીઝનું શૂટિંગ વિધિવત રીતે ચાલુ કર્યું છે. વેબ સિરીઝમાં મિસ આર્યા સરીનના પાત્રથી જાણીતી બનેલી સુસ્મિતા સેને શૂટિંગની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં બે હાથથી તલવારબાજી કરતા જોવા મળે છે. બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળતી સુષ્મિતા સેનને કોઈ કહેશે નહીં તે હાર્ટ પેશન્ટ છે અને તલવારબાજી શાનદાર બોલ્ડ અંદાજે લોકોને પણ ઘાયલ કરી દીધા છે.
સુષ્મિતા સેનને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર પછી સેનને સર્જરી કરવવાની નોબત આવી હતી, ત્યાર બાદ હાલમાં સ્વસ્થ થઈને પોતાના કામ પર પરત ફરી છે. અહીં એ વાત જણાવવાની કે તેને તેની આગામી વેબ સિરીઝ આર્યા થ્રી માટે શૂટિંગ શરૂ કર્યું છે અને આ સીરિઝના સેટ પરથી એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લાખો લોકોએ લાઈક કરવાની સાથે કમેન્ટ કરી રહ્યા છે. વાઈરલ થયેલા વિડિયોમાં સુષ્મિતા સેન બ્લેક આઉટફિટમાં જોવા મળે છે અને અને હંમેશની જેમ તેના અદભૂત અવતારમાં જોવા મળી. જોકે, ઈન્સ્ટાગ્રામ અને ટવિટર પર જોવા મળતા આ વિડિયોને શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું છે કે તે તેજ છે, તે નીડર છે, હવે એ પાછી આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિના દરિમયાન સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હતો, જેના વિશે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો. હાર્ટ એટેકના કારણે અભિનેત્રીએ એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી, જે અન્વયે તે ફિટ લાગે છે, એટલે બોલ્ડ પણ. આર્યા-થ્રી વેબ સિરીઝ સિવાય આ સિવાય સુષ્મિતાએ હાલ જ તેની આવનારી ફિલ્મ ‘તાલી’નું ડબિંગ પૂર્ણ કર્યું છે. જોકે, આ ફિલ્મમાં અભિનેત્રી શ્રી ગૌરી સાવંતનું પાત્ર ભજવી રહી છે. મિસ યુનિવર્સ તેની વ્યક્તિગત લાઈફની સાથે લવ સ્ટોરીથી સૌથી વધુ ચર્ચામાં આવી છે. લવસ્ટોરી યા મિત્રતાનો પણ ખુલ્લેઆમ સ્વીકાર કર્યા પછી તેની જિંદગીમાં આરોગ્યની દૃષ્ટિએ પણ અનેક પડકારો આવ્યા છે છતાં તેને બિંદાસ્ત ભજવે છે એ સૌથી મોટી બાબત છે, એમ ફિલ્મી વર્તુળોએ જણાવ્યું હતું.