અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ અંગે અરવિંદ કેજરીવાલે ચીન સાથે વેપાર બંધ કરવાની માંગ કરી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “આપણે ચીન સાથેનો વેપાર કેમ બંધ નથી કરી દેતા? ચીનમાંથી આયાત કરવામાં આવતી મોટાભાગની ચીજવસ્તુઓ ભારતમાં બને જ છે. ચીનને પાઠ મળશે અને ભારતને રોજગાર મળશે.”
हम चीन से अपना व्यापार क्यों नहीं बंद करते?
चीन से आयात की जाने वाली अधिकतर वस्तुयें भारत में बनती हैं। इस से चीन को सबक़ मिलेगा और भारत में रोज़गार
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2022
“>
તવાંગમાં થયેલી અથડામણ પર સોમવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપણા સૈનિકો દેશનું ગૌરવ છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું અને તેમની જલ્દી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં LAC પર અતિક્રમણ કરવા ઈચ્છતા ચીનના સૌનિકોને ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે. અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા બમણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે 9 ડિસેમ્બરે થયેલી ઘટનાની જાણકારી છેક 12 તારીખે સામે આવી હતી, જેને કારણે કેન્દ્ર સરકાર પર ગંભીર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા કરવાથી સરકાર બચી હતી.