તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ અંગે ઈસ્ટર્ન કમાન્ડ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતા (RP Kalita) એ શુક્રવારે જણાવ્યું હતું કે, પીએલએ દ્વારા એલએસીની સીમા પાર કરવામાં આવી હતી, જેના વિરોધમાં બંને તરફના સૈનિકોને ઈજા પહોંચી છે. સ્થાનિક સ્તરે સમાધાન થઈ ગયું છે. આ અંગે એક મીટિંગ કરવામાં આવી હતી અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સૈન્ય પુરુષોના રૂપમાં અમે હંમેશા દેશની રક્ષા કરવા સજ્જ છીએ. હું આપ સૌને અપીલ કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવામાં આવે નહીં. બંને પક્ષોના સૈનિકોને મામૂલી ઈજા થઈ હતી.
નોંધનીય છે કે નવમી ડિસેમ્બરના ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ધણા સૈનિકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત સૈનિકોમાં સૌથી વધુ સૈનિકો ચીનના હતાં. બંને સેનાઓના કમાંડરોએ ફ્લેગ મીટિંગ કરીને સ્થિતિ નિયંત્રણમાં કરી હતી.