મુંબઈઃ આર્થર રોડ જેલના કેદી પાસેથી પોલીસને તપાસ દરમિયાન સોનુ મળી આવતા આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે. કેદી પાસેથી 730 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. 26મી જાન્યુઆરીના મુંબઈના આર્થર રોડ જેલમાં ચેકિંગ દરમિયાન એક આરોપીના પેન્ટના ખિસ્સામાંથી 730 ગ્રામ વજનની ચેન મળી આવ્યા હતા.
કેદી પાસેથી મળ આવેલી આ ચેન જેલર દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. આરોપીની કસ્ટમ અધિકારી દ્વારા અટક કરવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર કસ્ટમ ડ્યુટીના અધિકારીએ આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ 26મી જાન્યુઆરીના કસ્ટમ અધિકારીઓએ આરોપીને કોર્ટના આદેશ પ્રમાણે આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો.
જેલમાં આવ્યા બાદ આરોપીની તપાસ કરાઈ રહી હતી એ જ સમયે પોલીસને તેના ખિસ્સામાં આ સોનાની ચેન મળી આવી હતી.આરોપી આ ચેન જેલમાં કઈ લઈ જવા માગતો હતો એ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે જેલ પ્રશાસન દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નહોતી.