પુણે: પુણેમાં કિર્કી સ્થિત બીઇજી સેન્ટરમાં ૬થી ૧૧ ડિસેમ્બર સુધી અગ્નિવીર જનરલ ડ્યૂટી (મહિલા લશ્કરી પોલીસ) માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે.
આ રેલીનું મુખ્ય લક્ષ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દમણની મહિલાઓને રાષ્ટ્રની સેવા કરવાનો મોકો આપવાનું છે, એમ સંરક્ષણ દળની યાદીમાં જણાવાયું છે.
સંભાવ્ય ઉમેદવારોનું આગામી ત્રણથી ચાર દિવસ સુધી સ્ક્રીનિંગ કરાશે. ઉમેદવારોને શારીરિક, તબીબી પરીક્ષા હેઠળ પસાર થવાનું રહેશે અને સામાન્ય પ્રવેશ પરીક્ષા આપવી પડશે. શારીરિક અને તબીબી રીતે તંદુરસ્ત હોય તેવા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે, એમ યાદીમાં જણાવાયું છે.
આખરી પસંદગી પાત્રતાને આધારે રહેશે અને બાદમાં તેમને અગ્નિવીર તરીકે લશ્કરી પોલીસના કાફલામાં ભારતીય લશ્કરમાં જોડાવા માટે બોલાવવામાં આવશે. (પીટીઆઇ)