Homeટોપ ન્યૂઝજમ્મુ કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કામગીરી શરૂ

જમ્મુ કાશ્મીરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કામગીરી શરૂ

ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તાર પાસે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કિશ્તવાડ વિસ્તારના મચ્છા ગામમાં ધ્રુવ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઈલટને ઈજા થઈ છે પરંતુ તે સુરક્ષિત છે અને તેમની સારવાર ચાલી રહી છે.
અહેવાલ મુજબ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. ભારતીય સેના દ્વારા આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ક્રેશ થયેલા હેલિકોપ્ટરના અવશેષો કિશ્તવાડ જિલ્લામાં મારવાહ-દછાનમાંથી વહેતી મારુસુદર નદીમાંથી મળી આવ્યા હતા. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરનો કાટમાળ દુર સુધી નદીમાં વહી ગયો હતો.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
એક મહિના પહેલા 16 માર્ચે અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઉડી રહેલા આર્મીના ચિતા હેલિકોપ્ટરે ATC સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું હતું. જેમાં બંને પાયલોટ – લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -