મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટના લીટલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હવે સોશિયલ મીડિયા અને આઈપીએલની મેચ (સ્ટેડિયમ)માં છવાયેલો રહે છે, પરંતુ હવે ક્રિકેટના મેદાનમાં જોવા મળતો નથી. અત્યારે આઈપીએલની મેચ ચાલી રહી છે ત્યારે સ્ટેડિયમમાં તમને જોવા મળી શકે છે, પરંતુ આજે વાનખેડે ખાતેની મેચમાં લીટલ માસ્ટર સાથે તેમનો દીકરો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે મેચ ચાલી રહી છે, ત્યારે આજની મેચમાં અર્જુન તેંડુલરનું ડેબ્યૂ કરવામાં આવ્યું હતું.
આઈપીએલ 2023ની 22મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કેકેઆરની સામે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરી રહ્યો નથી, જ્યારે રોહિત શર્માને સ્થાને સૂર્યકુમાર યાદવને સુકાનીપદ સોંપ્યું છે. ટોસ જીત્યા પછી સૂર્યાએ રોહિતના સ્થાને કેપ્ટનશિપ નહીં કરવાનું કારણ બતાવ્યું હતું. જ્યારે આજની મેચમાં અર્જુન તેંડુલકરે ડેબ્યૂ કર્યું હતું. સૂર્યાએ કહ્યું હતું કે રોહિત આજની મેચ રમી શકયો નથી, કારણ કે તેના પેટમાં ઈન્ફ્કેશન થઈ ગયું હતું. હવે સારું પ્રદર્શન કરવાની નોબત આવી ગઈ છે અને પરિવર્તન પણ જરુરી છે. આજની મેચમાં બે ફેરફાર થયા હતા, જેમાં ડુઆન જોન્સન અને અર્જુન તેંડુલકર રમશે. અહીં એ જણાવવાનું કે અર્જુન તેંડુલકરની ડેબ્યૂ મેચ હશે.
🎥 A special occasion 👏 👏
That moment when Arjun Tendulkar received his @mipaltan cap from @ImRo45 👍 👍
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR pic.twitter.com/cmH6jMJRxg
— IndianPremierLeague (@IPL) April 16, 2023
અહીં એ જણાવવાનું કે આઈપીએલ ઓક્શનમાં અર્જુન તેંડુલકરને 30 લાખ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન ટીમમાં લેવામાં આવ્યો છે. 2021માં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. આખરે મુંબઈ ઈન્ડિયન્સમાં અર્જુને પહેલી મેચમાં જોવા મળતા સચિનના ચાહકોમાં ખુશી જોવા મળી હતી.
13 ડિસેમ્બર 2022ના રોજ અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે રમતી વખતે તેની પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેણે પહેલા દાવમાં 207 બોલમાં 120 રન ફટકારીને પ્રથમ સદી ફટકારી હતી ત્યાર બાદ મુંબઈની અન્ડર-૧૯ની ટીમમાં પણ લેવામાં આવ્યો હતો. ભારત માટે તેની અંડર-19 ડેબ્યૂ 2018માં શ્રીલંકા સામે હતી. તેણે 15 જાન્યુઆરી 2021ના રોજ હરિયાણા સામે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે તેની ટવેન્ટી-ટવેન્ટી કારકિર્દીની શરૂઆત કરી હતી.