બોલીવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના રિલેશનશિપ સ્ટેટસ અંગે ચર્ચા શરૂ થઈ છે.
વાયરલ વીડિયોમાં અંશુલા કપૂર મિસ્ટ્રી મેન રોહન ઠક્કર સાથે જોવા મળી રહી છે. બંનેનો વીડિયો વેકેશનનો છે. અંશુલા રોહન સાથે ખૂબ જ ખુશ દેખાય છે. અંશુલાએ આ વીડિયો રોહન સાથે તેના જન્મદિવસ પર શેર કર્યો હતો.
ફિલ્મી કાનાફૂસી અનુસાર મળી રહેલી માહિતી અનુસાર રોહન ઠક્કર એક ફિલ્મ રાઈટર છે અને તેણે ઘણી ભાષાઓમાં પ્રોજેક્ટ્સ કર્યા છે. હાલમાં તેણે બોલીવૂડની કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.
અંશુલા અને રોહને આ વર્ષની શરૂઆતમાં જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અંશુલાનો પરિવાર પણ રોહન અને તેમના સંબંધો વિશે જાણે છે. અંશુલાએ હજુ પણ રોહન સાથેના તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.