અરિજિત સિંહ સામાન્યપણે તેના ફૂલ નેચરને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, પણ રવિવારે ફેન્સે તેનું એક અલગ જ રૂપ જોયું હતું.
વાત જાણે એમ છે કે જ્યારે અરિજિત સિંહ લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે તેની એક મહિલા ફેન્સ ઉત્સાહમાં આવી અને તેણે સિંગરનો હાથ ખેંચી લીધો હતો અને જેના પછી તે ખૂબ જ પરેશાન દેખાયો હતો અને આખરે ફેન્સને સમજાવ વા લાગ્યો હતો.
કોન્સર્ટમાં મહિલા પ્રશંસકે તેનો હાથ ખેંચ્યો, ઈજા થઈ, સિંગરે પ્રોગ્રામ બંધ કરીને ગુસ્સો કરવાનું શરું કર્યું હતું.
ઘણી વખત લાઈવ કોન્સર્ટમાં, વધારે પડતા ઉત્સુતાને કારણે ચાહકો કંઈક એવું કરી બેસે છે જે કોઈપણ રીતે યોગ્ય ન ગણાવી શકાય. આવું જ કંઇક સિંગર અરિજિત સિંહ સાથે પણ કંઈક જ થયું હતું. જ્યારે સિંગર લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું હતું કે જે તે સહન ન કરી શક્યો અને પ્રોગ્રામ રોકીને કરીને તેણે પહેલાં પોતાના ફેન્સનો ઉધડો લઈ લીધો હતો. મહત્વની વાત તો એ છે કે તેની એક મહિલા પ્રશંસકની આ હરકતને કારણે તેને ઈજા પણ થઈ હતી.
બન્યું એવું કે કોન્સર્ટમાં અરિજીત સિંહ પરફોર્મ કરી રહ્યો હતો અને આ દરમિયાન તે ફેન્સની ખૂબ જ નજીક હતો જ્યારે એક મહિલા ચાહકે તેનો હાથ પકડીને તેને જોરથી ખેંચ્યો હતો. ત્યાર બાદ અરિજીતના હાથમાં એક ઝટકો લાગ્યો અને તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. જેના કારણે તે એકદમ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. જોકે, આ પછી, ખૂબ જ નમ્રતા સાથે, તેણે તે ચાહકને ખૂબ જ સારી રીતે સમજાવ્યું.
A female audience pulls Arijit's hand during a live concert in #Aurangabad.#ArijitSingh #music #Bollywood #ArijitSinghLive pic.twitter.com/NPSiwyPnbk
— Arijit Singh Fan (@SinghfanArijit) May 8, 2023
આ દરમિયાન અરિજિતે લાઈવ કોન્સર્ટ અધવચ્ચે જ રોકી દીધો હતો અને તેણે મહિલા ફેન સાથે વાત કરી. અરિજીત સિંહે કહ્યું કે ‘તમે મને ખેંચી રહ્યા હતા. એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ જો હું પરફોર્મ કરી શકતો નથી તો તમને કેવી રીતે મજા આવશે. તમે મારો હાથ ખેંચ્યો અને મારો હાથ ધ્રૂજવા લાગ્યો, તો મારે શું કરવું જોઈએ?
બીજી તરફ હાથ ખેંચવાનો આ મામલો કેટલો ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના કારણે અરિજીતને હાથ પર ગરમ પટ્ટી બાંધવી પડી હતી. જેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી બાજુ આ ફોટો સામે આવ્યા પછી, હવે લોકો તે ફેનને ટ્રોલ પણ કરી રહ્યા છે અને આવા લોકો પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવવા માટે કહી રહ્યા છે. જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે કોઈ સેલિબ્રિટી સાથે આવું બન્યું હોય. વાસ્તવમાં, આ પહેલા પણ ઘણા અન્ય સેલેબ્સ સાથે સ્ટેજ પર ગેરવર્તન કરવામાં આવ્યું છે.