કતર ફિફા વર્લ્ડકપ 2022માં ફાઈનલમાં ફ્રાંસ સામે જોરદાર પ્રદર્શન કરીને મેસીએ ટીમને 36 વર્ષે વર્લ્ડકપ અપાવ્યો હતો. મેસીએ કુલ 8 ગોલ કર્યા અને ટીમને આખરે જિત અપાવીને ઈન્ટનરનેશન ફૂટબોલને અલવિદા કહી દીધું. આર્જેન્ટિનામાં લોકો મેસીની પૂજા કરે છે અને તેને ભગવાનનો દરજ્જો આપે છે. ફેન્સને પૂરેપૂરી આશા હતી કે આ વખતે તો તેઓ વર્લ્ડકપની ટ્રોફી પર પોતાનો હક જમાવશે અને તેમના ભગવાને પણ તેમને નિરાશ નહીં કર્યા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે મેસીનો જન્મ જે શહેરમાં થયો એ શહેરમાં કોઈ પણ માતા-પિતા પોતાના સંતાનનું નામ મેસી નથી રાખતા અને તેના પર પાબંદી મૂકવામાં આવી છે. આવો જાણીએ કે આખરે આ પાછળનું કારણ શું છે-
મેસીનો જન્મ આર્જેન્ટિનાના રોજારિયો શહેરમાં ખયો હતો અને 13 વર્ષની ઉંમરમાં જ તેણે ક્લબ ફૂટબોલ રમવા માટે દેશ છોડી દીધો હતો. સ્પેનના ફેમસ ક્લબ બાર્સિલોના માટે તે બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી રમ્યો હતો.
2014માં આવેલા રિપોર્ટમાં આ વાતની માહિતી મળી હતી અને શહેરમાં મેસીના નામ પરથી પોતાના સંતાનોના નામ રાખવાની માતા-પિતાને મનાઈફ ફરમાવવામાં આવી છે. રોજારિયોમાં મેસીના નામનું કોઈ હોય તો તે ખુદ મેસી જ હોય એ કારણસર આ વિચિત્ર ફતવો વહાર પાડવામાં આવ્યો છે અને આ માટે એક ખાસ કાયદો પણ બનાવવામાં આવ્યો છે.