Homeટોપ ન્યૂઝFIFA world cup: આર્જેન્ટિનાએ ૨૦૧૮નો બદલો લીધો: ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં

FIFA world cup: આર્જેન્ટિનાએ ૨૦૧૮નો બદલો લીધો: ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં

કતાર: ફિફા વર્લ્ડકપ હવે ફાઇનલ તરફ જઈ રહ્યો છે ત્યારે ગઈકાલે સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. સૌથી મહત્વની વાત જણાવી દઇએ કે ૨૦૧૮નાં વર્લ્ડ કપમાં ક્રોએશિયાએ આર્જેન્ટિનાને ૩-૦ થી પરાસ્ત કર્યું હતું. એનો બદલો વાળતા આર્જેન્ટિનાના સુપરસ્ટાર પ્લેયર લિઓનલ મેસીની ટીમે ૩-૦ થી ક્રોએશિયાને હરાવ્યું હતું. પહેલા હાફમાં આક્રમક રમત રમતા આર્જેન્ટિનાએ ૩૪મી મિનિટે
પેનાલટી મારફત સૌથી પહેલો ગોલ મેસ્સીએ કર્યો હતો. ત્યાર બાદ ૩૯મી મિનિટે જુલિયન અલવારેઝગોલ કરતા જીત તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા હાફમાં ગોલ નહિ કરતા ક્રોએશિયા દબાણમાં રમ્યું હતું અને બીજા half એવું વલણ રહેતા ૬૯મી મિનિટે આર્જેન્ટિનાનાં પ્લેયર જુલિયન અલવારેઝએ ગોલ કરી આખી મેચને જીતના પડાવમાં લઈ ગયો હતો. ૦-૩ ની લીડથી છેક સુધી રમતાં અંતે આર્જેન્ટિનાનો ભવ્ય વિજય થયો હતો અને ૮ વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મેસ્સીનાં શાનદાર પ્રદર્શનને લઇ તેને Man of the Match જાહેર કર્યો હતો. હવે ફાઇનલમાં આર્જેન્ટિના ફ્રાન્સ અથવા મોરક્કો સામે રમશે. આજે રાતના ફ્રાન્સ અને મોરક્કો સેમી ફાઈનલ મેચ રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -