અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
હજી માંડ કોવિડમાંથી બહાર નીકળ્યાં છીએ ત્યાં વર્લ્ડ ઇકોનોમી ડામાડોળ થઈ રહી છે. એવામાં દરેક ખૂણે ઇન્લેશનની ઇફેક્ટ દેખાઈ રહી છે. સ્વાભાવિક છે, ટૂરિઝમ ત્ોમાંથી બાકાત ન જ રહી શકે. રાત રોકાવા માટેની હોટલોથી માંડીન્ો, જમવા માટેની રેસ્ટોરાં, લાઇટ, ટેક્સી અન્ો દરેક પ્રકારનાં ટ્રાન્સ્પોર્ટ, બધે જ ભાવ વધી જ રહૃાા છે. અમુક વિસ્તારોમાં તો ભાવ ડબલ જ થઈ ગયા છે, છતાંય બીજી તરફ કોઈ આંખ પણ નથી પલકાવતું. ફરવાનું પણ ચાલુ છે, ખરીદી પણ અન્ો ખાણીપીણી પણ. એવામાં જ્યારે ઓર્જેન્ટિના જવાનું આયોજન થઈ રહૃાું હતું ત્યારે એક સમયે તો એમ લાગ્યું કે માત્ર બ્ો અઠવાડિયાં માટે મોંઘી ટિકિટો અન્ો બાકીના બધા ખર્ચ કરવાનું બરાબર રહેશે કે નહીં. સાથે યોલો એટલે કે યુ લિવ ઓન્લી વન્સ, યાદૃ આવ્યું. સમય અત્યંત જલદૃી આગળ વધી રહૃાો છે, વર્ષો ભાગ્યાં જાય છે. એવામાં હમણાં નહીં તો ક્યારે. જઈ શકાય ત્ોમ છે, તો ટાળવાનું બીજું કોઈ કારણ દૃેખાયું નહીં. અમે ઝંપલાવી દીધું. વર્ષની શરૂઆતમાં બધાં બુકિંગ્સ થઈ ગયાં અન્ો હવે બુએનોસ એરેસ અન્ો પાટાગોનિયા અમારી રાહ જોઈ રહૃાાં છે.
જીગર, આનલ અન્ો આર્યા અમારા એક દિવસ પછી પહોંચવાનાં હતાં. અમન્ો એટલો સમય ત્યાં એક જૂના કોલિગ લિયાન્ડ્રોન્ો મળવા માટે કામ લાગી જવાનો હતો. લિયાન્ડ્રો પણ મજેદાર માણસ છે. આર્જેન્ટિનામાં જ ઊછરેલો અન્ો વસ્ોલો લિયાન્ડ્રો પહેલાં તો ટેકનોલોજી અન્ો બિઝન્ોસમાં વ્યસ્ત હતો. પચાસ વર્ષની ઉંમરે ત્ોન્ો સંતોષ થાય અન્ો લોકોન્ો સીધેસીધું કામ લાગી શકાય ત્ોવું કામ કરવાની ઇચ્છા થઈ. ત્ો ઓસ્ટિયોપથી ભણ્યો અન્ો હવે બુએનોસ એરેસમાં જ ઓસ્ટિયોપાથ તરીકે કામ પણ કરે છે. અમે ત્ોન્ો પહેલી જ સાંજે મળવાનાં હતાં.
અમે સવારમાં સાત વાગ્યામાં લેન્ડ થઈન્ો અમારા હિસ્સાનું શહેર જોવા તત્પર હતાં. એક વાર ન્યુયોર્કનાં મિત્રો આવી જાય પછી સાથે પણ શહેર જોવા મળવાનું જ હતું, પણ ત્ોના માટેના અલગ જ પ્લાન હતા. ટેન્ગો શો જોવાનો હતો, ટ્રેન્ડી ન્ોબરહુડ્સમાં રખડવાનું હતું, સાઇટોનું લિસ્ટ સોર્ટ કરવાનું હતું અન્ો પ્ોટભરીન્ો માલબ્ોક પીવાની હતી.
આ પહેલાં અમે નોર્વેની ક્રૂઝ માટે અત્યંત એક્સાઇટેડ હતાં, અન્ો ત્યાં પહોંચતાં પહેલાં જ કોવિડ ફરી વળતાં લાંબો સમય પ્રવાસ વિના કાઢવો પડેલો. હવે આર્જેન્ટિનાની મોટી ટ્રિપ અત્યંત કાળજી રાખીન્ો, જરાય વધુપડતાં ઉત્સાહમાં આવ્યા વિના આયોજન થઈ રહૃાું હતું. આર્જેન્ટિના આમ પણ અત્યંત ગંભીર ફાઇનાન્સિયલ સમયમાંથી પસાર થઈ છે. અત્યારે એક આર્જેન્ટિનિય પ્ોસો સામે અઢી રૂપિયા જેવું મળે છે, એટલે ત્યાં કરતાં ભારતનું નાણું પણ વધુ મજબ્ાૂત છે. જોકે ત્ૌયારી દરમ્યાન એ પણ સાંભળવામાં આવી રહૃાું હતું કે આર્જેન્ટિનિયન પ્ોસોન્ો બદલે ત્યાં સીધા અમેરિકન ડોલર કે યુરોપિયન યુરો પણ ચાલી જ જાય છે. ત્યાં ઓફિશિયલ કરન્સી ક્ધવર્ઝન રેટ પણ બદલાયા કરે છે અન્ો ક્રેડિક કાર્ડથી પ્ો કરવા માટેના પણ અલગ રેટ્સ છે. એટલું જ નહીં, સ્થાનિક લાઇટોમાં ત્યાં રહેનારાંઓ અન્ો ટૂરિસ્ટ માટેની લાઇટોના ભાવ પણ અલગ છે. આ બધી માથાકૂટ વચ્ચે ત્યાં જવાની ઇચ્છા અન્ો આતુરતા જરાય ઓસરતાં નહોતાં. એટલું જ નહીં, શું થશે ત્ો જોવાની ઉત્સુકતા વધતી જતી હતી. જર્મનીમાં મારો દોસ્ત બની ગયેલો આર્જેન્ટિનિયન કોલિગ હેરોનિમો કહેતો કે બહુ બહુ તો તમે કોઈ જગ્યાએ ઓવર-પ્ો કરી દેશો, ત્ો પણ યુરોપ કે યુએસ જેટલું મોંઘું નહીં જ પડે.
ત્યાં જતી લુથાન્ઝાની ડાયરેક્ટ લાઇટ ૧૪ કલાકની હતી. જરા નાનો બ્રેક લઈન્ો જવામાં અમે કેએલએમની વાયા આમ્સ્ટરડામ લાઇટ પસંદ કરી હતી. શિપોલ એરપોર્ટ પર થોડાં કલાકો પગ છૂટો કરીશું અન્ો આગળના પ્લાન બનાવીશું એમ વિચારીન્ો નીકળેલાં. લાંબી લાઇટોની મજા જ કંઈ ઓર છે. થાક તો લાગ્ો, પણ અલગ માહોલમાં આકાશમાં જમવાનું અન્ો કલાકો સાવ નોર્મલ હોય ત્ોમ વિતાવવાના, દુનિયા ખરેખર કેવી અનોખી છે અન્ો માણસ્ો કેટલું બધું વિકસાવ્યું છે ત્ોનો હવે આપણે વિચાર કરવા પણ નથી બ્ોસતાં.
બુએનોસ એરેસમાં લેન્ડ થયાં તો હજી એરપોર્ટની ફીલ તો એ જ કોઈ પણ મોટા શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની હતી. સાઇનબોર્ડ્સ અંગ્રેજી અન્ો સ્પ્ોનિશમાં હતાં. ત્ોમાંય કશું નવું નહોતું લાગતું. વળી અમારે ઘણી ઇન્ટરનલ લાઇટો લેવાની હતી, ત્ોના માટે અમે માત્ર હેન્ડ લગ્ોજ લઈન્ો આવેલાં. એટલે લગ્ોજ માટે બ્ોલ્ટ પર પણ નહોતું જવાનું. અમે સીધાં ટેક્સી લેવા તરફની સાઇન ફોલો કરી અન્ો આર્જેન્ટિનિયન દુકાનો વચ્ચે મેકડોનાલ્ડ્સ અન્ો સ્ટારબક્સ પણ દૃેખાયાં. જેમ ભારતનું મેકડોનાલ્ડ આપણા કલ્ચર અન્ો સ્વાદન્ો અનુરૂપ મેનુ બનાવે છે, ત્ોવું જ આર્જેન્ટિનામાં પણ છે. બસ ફર્ક એ છે કે, અહી ં મીટ હેવી મેન્યુ છે. વળી અહીં એક બર્ગર સાતસો પ્ોસોનું હતું, એટલે અઢીસો રૂપિયાનું જ સમજો ન્ો. અમન્ો અમારી ઘણી ટ્રિપ દરમ્યાન થવાની હોય ત્ોવી વાતો જાણે નજર સામે દેખાવા લાગી. આ સાતસો પ્ોસો એટલે ડૉલરમાં કેટલા, યુરોમાં કેટલા અન્ો ઇવન ભારતીય રૂપિયામાં કેટલા એની મજાકો થયા જ કરવાની હતી.
અહીં જ્યાં પણ નજર પડતી હતી, અહીંની ઇકોનોમીની વાતો મગજના બ્ોકગ્રાઉન્ડમાં રહેતી. જોકે લોકો જે રીત્ો જલસાથી જિંદગીની મજા માણી રહૃાાં હતાં, એક વાત તો નક્કી જ લાગતી હતી, ગમે ત્ો દૃેશમાં જે પણ લફડાં ચાલી રહૃાાં હોય, લોકો તો મજા કરવાના રસ્તા શોધી જ લેતાં હોય છે. આર્જેન્ટિના એક અલગ જ પોઝિશનમાં છે, યુએનના સ્ટાન્ડર્ડ મુજબ આ દેશ ડેવલપ્ડ ફેસિલિટીવાળો છે, પણ ઇકોનોમિક પરિસ્થિતિ મુજબ ડેવલપિંગ છે. આ માહોલમાં અહીં મજા તો આવવાની જ હતી, પણ આર્જેન્ટિનિયનો સતત સારા મૂડમાં શા માટે લાગતાં હતાં ત્ો સમજાવા લાગ્યું હતું. એક તો અહીંનું વાઇન કલ્ચર લોકપ્રિય છે જ, વળી મેસીની ટીમ ફૂટબોલ વર્લ્ડ કપ જીતી ત્ોની પણ અહીંના માહોલ પર મજેદાર અસર થઈ છે ત્ો દેખાઈ આવે છે. આ પ્રવાસ હજી તો શરૂ જ થયો હતો.