ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો મજામાં છોને?
સુંદર મજાનો તહેવાર, શિયાળાની સમાપ્તિનો સમાનો આગાસ. બહેનોને જેટલા મટર, ગાજર લઈ લેવા હોય, સ્ટોર કરી લેજો, કારણ કે આવતા મહિનાથી જેમ જેમ સૂર્ય ભગવાન દિવસો લાંબા કરતા જશે તેમ તેમ લીલા શાકભાજી ઓછા થતા જશે. નહીં મળે એવું હવે છે જ નહીં પણ પ્રમાણમાં ઓછા મળશે માટે. મિત્રો એજ તો જીવનની રીત છે. દિવસ પછી રાત. સૂર્યોદય પછી સૂર્યાસ્ત. પણ આજે, આપણે એક નવા ઉજાસની, નવી ઉર્જાથી વાત કરવાની છે. જીવન પદ્ધતિની સકારાત્મક ઊર્જા. સુંદર મજાની ઉત્તરાયણની સૂર્ય કિરણો લઈ લેવાની રાહ છે. ખીલીને હવે અંતર ચમકાવાની રાહ છે. ઊંડા શ્ર્વાસ લઈ લેવાની રાહ છે, કારણ કે ઉત્તરાયણનો ઉત્સવ અગાશિએ આજ છે.
તહેવારના દિવસો છે. ઘરથી દૂર રહેનાર દરેક વ્યક્તિ આ વ્યથા, વેદના અને ફીલિંગ જાણે જ છે. કે તહેવારના દિવસોમાં ઘર કેટલું મિસ થાય. અને ઘરના લોકો! કેટલા મિસ થાય. પરિજનો મોસ્ટ પ્રિશિયસ જ્વેલ ઇન લાઇફ, જ્યારે નાનપણની યાદો તાજી થાય. એમાંય ઉત્તરાયણનો સમય.
એવું જ મારી સાથે થયું. અમારે ઘરે આવેલા મહેમાન સુરત જવા રવાના થયા. તેમણે કહ્યું કે ઉત્તરાયણમાં સુરત અને અમદાવાદ તરફ તો પ્રયાણ કરી જ જવાનું હોય. એ પગ અને હાથ રોકાય જ નહીં. કારણ કે સૂર્ય ઉત્તરમાં પ્રયાણ કરશે. હવે સુંદર મજાની મકર રાશિમાં આપણા જીવનનો પ્રવેશ થશે. પતંગ ચગાવવા પડશે, પેચ લડાવવા પડશે.
(હું એમને કેવી રીતે કહું કે હું પતંગની ફેવરમાં આમ બહુ નહીં) પણ ઇટ્સ ઓકે.
એમ એ લોકો ગુજરાત તરફ નીકળી પડ્યા. અને એ લોકોના હાથમાં ક્યારેય ફીરકી આવે અને ક્યારે સુંદર મજાના કાઈટ, પતંગો પોતે પણ ઉડાડીને મનની ઈચ્છાઓ પોતાના ભગવાનને કહીને હવામાં વહેતી મૂકે. માટે લોકોએ પણ ગાડી ભમભમાવીને ભગાવી મૂકી. અને તેઓ મકરસંક્રાંતિને ઉત્તરાયણ મનાવવા માટે સુરત અને અમદાવાદ ઉપડી પડ્યા.
હા, મને ખબર છે. એ લોકો બધા જ ચટપટા ઊંધિયા, લીલા પોંક, જારના, ઘઉંના, વિથ સેવ સાકરિયા. ડાયટ માટે લોકો ખજૂર અને અંજીર નાખે છે. મસ્ત મજાના બાફેલા રોસ્ટેડ અને તંદુરી બટેટા શક્કરિયા મક્કાઇ. ઉફ જાતજાતની ચીકી, બોર, શેરડી, આહાહાહા મિત્રો ટેપ ઉપર મ્યુઝિક વાગતા હશે. અગાસીઓ શણગારાઈ ગઈ હશે.
આફ્ટર કોરોના હવે થોડું સાચવવાનું છે. પરીક્ષાઓ ચાલે છે બાળકોની. એ બધી વસ્તુઓમાં બાળકોને પણ ઉદ્યમમાં રખાવવાનો છે. એટલે એ લોકોને પણ અમુક સમય કાઢીને આપણે પતંગ ચગાવવા લઈ એ જવાના છે. જેથી એ લોકોના જીવનમાં ઉદ્યમ ભળે અને બાળકો ભણતરને સારી રીતે માણી શકે. માટે અમુક સિલેક્ટેડ લોકોને જ બોલાવવા. એ પ્રમાણેના ઇન્વિટેશન પણ પહોંચી ગયા હશે. એ પ્રમાણે જમણવારની તૈયારીઓ પણ થઈ ગઈ હશે. એવું બધુ અહીંયા ઘરે રહી ગયેલા હું અને મારી નાની બહેન વિચારી રહ્યા હતા. ત્યારે મારા પિતાજીનો ફોન આવ્યો. અને સુંદર મજાના ખુશીના આંસુ બંનેની આંખોમાં
ચમકી ઊઠ્યા. ત્યારે મેં કહ્યું પપ્પા કાલે ઉતરાયણ છેને?
પહેલો જ શબ્દ, એક પિતા તરીકે આશીર્વાદ આપ્યો કાલથી તો ભયો ભયો ઉત્તર દિશામાં પ્રગતિ થશે. ઉત્તરાયણ સૂર્ય દેવતા સારા આશીર્વાદ, સકારાત્મક ઊર્જા અને સારા તત્ત્વ આપશે, જેથી તમે જીવનમાં તમારી ઊર્જા થકી હંમેશાં સકારાત્મક પ્રકાશ ફેલાવી શકો. મિત્રો જે માણસ અનુકંપાને સમજી શકે એ સમજી જ ગયા હશે કે પિતાના આશીર્વાદ મળવાથી મારી ઉત્તરાયણ તો સફળ થઈ ગઈ. બસ હવે મારે સવારે વહેલા ઊઠીને સૂર્યદેવને જળ ચડાવી અને એમના આશીર્વાદ લેવાના રહ્યા. સારી ઊર્જાને શ્ર્વાસમાં ભરવાની રહી.
આ બધી વાત ચાલી રહી હતી. ત્યાં મારી નાની બહેને પૂછ્યું, પપ્પા કાલે ઉત્તરાયણ છે? મકરસંક્રાંતિ છે? એટલે પપ્પાએ કીધું, તું તો અમદાવાદ આવવાની હતીને?
તેણે કહ્યું કે મને તો ખ્યાલ જ નથી કે કાલે મકરસંક્રાંતિ છે. તેને થોડું દુ:ખ થયું, કારણકે પહેલી વાર તે ઘરથી દૂર અને એના પપ્પા, ભાઈ, ભાભી, ભાણિયાઓ અને અગાસી મિસ કરી રહી હતી.
અફકોર્સ આપણે બધા જ એ મજા અને જલસાઓ મિસ કરીએ પણ જેમ જેમ પણ બાળકો સમજી ન શકે એટલે એ લોકો ઢીલા પડી જાય અને વનરેબલ થઈ જાય, પણ એક બહુ જ સુંદર મજાની ફીલિંગ છે કે ના આપણા બાળકોમાં એ ભાવના છે. મને પૂછ્યું કે વોટ ઈસ ધ મિનિંગ ઓફ ઉત્તરાયણ.
મેં એને કહ્યું કે ‘મકર એટલે કે ઝોડીએક કેપ્રીકોન અને મકર રશીમાં’ પ્રવેશતા સૂર્યની ગતિને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. તો મારી સિસ્ટરે ટિપિકલ રીતે પુછ્યું, પપ્પા એવું હોય?
ત્યારે મારા પપ્પાને મળવા તેમના મિત્ર આવ્યા હતા. તેમણે એક આપણને બધાને ગમતો અને સાર્થક શબ્દ બોલ્યા આયુર્વેદ પ્રમાણે, ને અમારા કાન સરવા થઈ ગયા. મેં નક્કી કર્યું કે આ હું જાણીને મારા વાચકમિત્રો સાથે શેર કરીશ. માટે તેમને સુચવ્યું કે તમે મને જરા વિસ્તારમાં કહી મોકલોને. તમારા આ સુંદર મજાના જ્ઞાનની મને જરૂર છે. તો તેમણે કહ્યું બેટા બધાને ખબર જ છે. ઉત્તરાયણ એટલે એક સામાન્યજન માટે પતંગ ચગાવવાના, ખાવા પીવેનું, ધમાલ મસ્તિ ને પરિવાર સાથે સમય વિતાવવો, પણ આયુર્વેદ પ્રમાણે ને આપણી સંસ્કૃતિ પ્રમાણે સાયન્સ અને સંસ્કારનું કોમ્બિનેશન છે. મકરસંક્રાંતિ શું છે અને શા માટે ઉજવવામાં આવે છે?
વેદોમાં, સંક્રાંતિ સૂર્યની એક રાશી (રાશિનું નક્ષત્ર) બીજી રાશિ સુધીની ગતિને સમજાવે છે. તેથી એક વર્ષમાં ૧૨ સંક્રાંતિ આવે છે. તેમાંથી, મકરસંક્રાંતિને ‘પૌષ સંક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. જે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. જે સૂર્ય ચક્ર સાથે જોડાયેલ છે. મકરસંક્રાંતિનું મહત્ત્વ માત્ર તેના ધાર્મિક મહત્ત્વ પૂરતું મર્યાદિત નથી. હકીકતમાં, આ તહેવાર લણણીની મોસમની શરૂઆતને પણ ચિહ્નિત કરે છે, જ્યારે નવા પાકની પૂજા કરવામાં આવે છે અને આનંદ સાથે વહેંચવામાં આવે છે. તે ઋતુમાં પરિવર્તનની જાહેરાત કરે છે, કારણ કે આ દિવસથી સૂર્ય દક્ષિણાયન (દક્ષિણ)થી ઉત્તરાયણ (ઉત્તર) ગોળાર્ધમાં તેની હિલચાલ શરૂ કરે છે,
જે શિયાળાના સત્તાવાર અંતને ચિહ્નિત કરે છે. ધાર્મિક પ્રસંગ અને મોસમી પાલન બંને, આયુર્વેદ મુજબ મકરસંક્રાંતિનો અર્થ અને મહત્ત્વ- હિંદુ શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે, ભગવાન વિષ્ણુએ રાક્ષસો દ્વારા ફેલાયેલા આતંકને, તેમના માથા કાપીને અને તેમને પર્વતની નીચે દફનાવીને હરાવી દીધા હતા, જે નકારાત્મકતાના અંતનું પ્રતીક છે. સચ્ચાઈ, સારા ઇરાદાઓે અને સમૃદ્ધિનો માર્ગ આપે છે. તેથી, આ દિવસ સાધના- આધ્યાત્મિક અભ્યાસ અથવા ધ્યાન માટે ખૂબ જ અનુકૂળ છે, કારણ કે પર્યાવરણ ‘ચૈતન્ય’ એટલે કે ‘કોસ્મિક બુદ્ધિ’થી ભરેલું છે.
આ દિવસની સવારની વિધિ કહું તો, પ્રાચીન શાસ્ત્રોમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે દિવસની સકારાત્મક અને શુભ શરૂઆત માટે મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં જ ઊઠવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ. તમારા નહાવાના પાણીમાં થોડી માત્રામાં તલ ભેળવવાની પણ ભલામણ કરવામાં આવે છે. સ્નાન કર્યા પછી, ગાયત્રી મંત્રનો જાપ કરીને સૂર્યને જળ અર્પિત કરીને સૂર્યને પ્રાર્થના કરવી જોઈએ, જ્યારે મકરસંક્રાંતિ અને તેના ધાર્મિક મૂળ વિશે પુષ્કળ કથાઓ છે, કહેવાય છે કે સૂર્ય પ્રત્યક્ષા- “બ્રહ્મ, “નિરપેક્ષનું અભિવ્યક્તિ, જ્ઞાન, આધ્યાત્મિક પ્રકાશ અને શાણપણ આપે છે, અને તેથી મકરસંક્રાંતિ છે. દેશભરમાં એક વિશેષ તહેવાર, સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે અને કૃતજ્ઞતા અને પ્રાર્થના કરવામાં આવે છે.
ઉત્સવની ધાર્મિક વિધિઓ અને ખોરાક?
મકરસંક્રાંતિ એ તાજા લણેલા અનાજનો ઉપયોગ કરવાનો સમય છે, જે પહેલા ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે. આયુર્વેદ ખીચડી ખાવાનું સૂચન કરે છે. જેને આપણે જાર બાજરી ઘઉનો ખીચડો પણ કહીએ છીએ, કારણ કે તે હલકી અને સરળતાથી સુપાચ્ય વાનગી છે. ખીચડી ખાવાનો અર્થ એ છે કે તે શરીરને શિયાળાની ઠંડી પવનથી માંડીને વસંતની આગામી હૂંફ સુધી, ઋતુમાં પરિવર્તન માટે તૈયાર થવા માટે પ્રેરિત કરે છે. જેમ જેમ તાપમાન શુષ્ક ઠંડીથી આશ્ર્ચર્યજનક રીતે ગરમી સુધી બદલાય છે, પરિણામે શરીર અસંતુલીત અને સંવેદનશીલ બને છે. ખીચડી આમ શરીરને આવશ્યક પોષણ પ્રદાન કરતી વખતે ભૂખને શાંત કરવા માટે સંપૂર્ણ વાનગી બનાવે છે.
તમારા સ્વાસ્થ્ય માટે તેના ફાયદાઓ ઉપરાંત, મકરસંક્રાંતિ
પર ખીચડી રાંધવી અને ખાવી એ એકતાનું પ્રતીક છે, કારણ કે તાજા કાપેલા ચોખા, દાળ, મોસમી શાકભાજી અને મસાલા સહિત તમામ ઘટકોને એકસાથે એક જ વાસણમાં રાંધવામાં આવે છે. તે જીવન અને પુનર્જિવનની પ્રક્રિયાને દર્શાવે છે, જે આગળ નવા લણણી વર્ષની શરૂઆત સૂચવે
છે. આયુર્વેદ આ દિવ્ય દિવસે તલ અને ગોળઘી લેવાનું સૂચન કરે છે. સંક્રાંતિ અને તલ (તલ) સમાનાર્થી છે, કારણ કે તહેવારને સામાન્ય રીતે ‘તિલ સંક્રાંતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના બીજમાં નકારાત્મકતાને શોષવાની અને ‘સત્ત્વ’ શુદ્ધતા, ભલાઈ અને સંવાદિતાને સુધારવાની ક્ષમતા હોય છે, જે બદલામાં આધ્યાત્મિક અભ્યાસને સરળ બનાવે છે.
ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં ‘પોષ સંક્રાંતિના’ સૌથી સામાન્ય આકર્ષણોમાંનું એક પતંગ ઉડાવવાનું છે. ટેરેસ પર મૂકેલી મીઠાઈઓ સામે ‘કાઈ પો છે’ નો અવાજ લગભગ એક દ્દશ્ય છે જે મકરસંક્રાંતિ વિશે વિચારતી વખતે મનમાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પતંગ ઉડાડવાની વિધિ સારા સ્વાસ્થ્યની પ્રથા તરીકે અમલમાં આવી હતી. આગામી ઉનાળાના સૂર્યની વહેલી સવારના પ્રથમ પ્રકાશમાં પોતાની જાતને ઉજાગર કરવાનો અને વિટામિન ડીની સદ્ગુણોનો ઉપયોગ કરવાનો વિચાર હતો.
નકારાત્મકતાને ધોઈ નાખો અને તમારા જીવનમાં પ્રવેશવા માટે નવા પ્રકાશનો માર્ગ મોકળો કરો.