અત્યારે કોમ્પ્યુટર યુગ ચાલે છે અને આપણે બધા જ આપણો દિવસનો મોટાભાગનો સમય કોમપ્યુટર પર કે લેપટોપ પર વિતાવતા હોઈએ છીએ. આ દરમિયાન ક્યારેય એવો અનુભવ થયો છે કે જાણે તમને એવું લાગે કે તમારી આંગળીઓએ કામ કરવાનું બંધ કરી દે છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે આ એક ગંભીર બીમારીનું લક્ષણ છે.
આ બીમારીનું નામ કાર્પેલ ટનેલ સિંડ્રોન અને આ બીમારી હાથની આંગળીઓ પર વધારે પડતું પ્રેશર આપવાથી થાય છે. જોકે, આ બીમારી થવાનું એક માત્ર કારણ આ જ નથી, બીજા કેટલાય અન્ય કારણોથી પણ આંગળીઓ પર પ્રેશર આવે છે. આ ઉપરાંત આ માત્ર હાથની આંગળીઓમાં જ થાય છે એવું જો તમે માનતા હોવ તો એવું નથી પગની આંગળીઓમાં પણ આ બીમારી થઈ શકે છે.
કાર્પેલ ટનેલ સિંડ્રોનવાળા દર્દીના હાથની આંગળીઓ ખૂબ જ નબળી થઈ જાય છે અને પરિસ્થિતી એવી ગંભીર થાય છે કે, દર્દીનો પ્રભાવિત હાથ કંઈ કરવાનો લાયક નથી રહેતો અને હાથની આંગળીઓમાં ખૂબ દુખાવો થવા લાગે છે. ક્યારેક ક્યારેક હાથ ધ્રુજવા પણ લાગે છે. કાર્પેલ ટનેલ સિડ્રોમ ત્યારે થાય છે, જ્યારે હથેળીની નસો પર વધારે પ્રેશર બને છે તે સંકુચિત થવા લાગે છે. કાર્પેલ ટનેલ સિંડ્રોનને અમુક એક્સરસાઈઝથી દૂર થઈ શકે છે.
શું છે આ કાર્પેલ ટનેલ સિંડ્રોમ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે મીડિયન નર્વ પર વધારે પ્રેશર આવે છે, ત્યારે કાર્પેલ ટનેલ સિંડ્રોન થાય છે. મીડિયન નર્વ ખભ્ભાના નીચલા ભાગના કાંડા સુધી આવેલી હોય છે. આ નર્વના કારણે અંગૂઠા અને આંગળીઓમાં સેન્સેશન થાય છે. જે મગજથી કમાન્ડ આપે છે અને મસલ્સને કામ કરવાનો આદેશ આપે છે. જ્યારે મીડિયન નર્વમાં ખેંચાણ થાય છે, તો કાર્પેલ ટનેલ સિંડ્રોન થાય છે અને તેની સાથે જ થાયરોયડ, ઓબેસિટી, અર્થરાઈટિસ અને ડાયબિટીઝની સ્થિતીમાં પણ લોકો કાર્પેલ ટનેલ સિંડ્રોમનો ભોગ બને છે. અમુક મહિલાઓમાં પ્રેગ્નેન્સી દરમ્યાન પણ આ દુખાવો જોવા મળે છે.
આ છે કાર્પેલ ટનેલ સિંડ્રોમના લક્ષણો
કાર્પેલ ટનેલ સિંડ્રોમ થાય ત્યારે દર્દીઓની આંગળીઓ અથવા હાથમાં ધ્રૂજારી થવા લાગે છે અને અમુક સમયે આંગળીઓ ખોટી પડવા લાગે છે. ક્યારેક ક્યારેક હાથમાં ઝણઝણાટી થવા લાગે છે. આ ગાડી ચલાવવા દરમ્યાન સ્ટીયરીંગ પકડવા, ફોન અથવા અખબાર વાંચતા પણ થઈ શકે છે. આ સિંડ્રોમથી આંગળીઓમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ આપ હાથમાં પકડો છો અને તે અચાનક પડી જાય છે. ક્યારે વસ્તુઓ પકડી પણ શકતા નથી.
કાર્પેલ ટનેલ સિંડ્રોમની સારવાર
કાર્પેલ ટનેલ સિંડ્રોમ થવા પર લાઈcarpel tunnel syndromeફ સ્ટાઈલમાં પરિવર્તન કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તેને એક્સરસાઈઝ અથવા સ્ટ્રેચિંગના માધ્યમથી તેને ઠીક કરી શકાય છે. તેના માટે હાથથી જો કોઈ કામ સતત કરી રહ્યા છો, તો થોડા દિવસ તેમાંથી આરામ લઈ લો. બંને હાથે મસાજ અને થોડા દિવસ સુધી ગરમ પાણીથી સેક કરવાથી ફાયદો મળે છે. ડોક્ટર્સ પાસે જવા પર ડોક્ટર હાથની મૂવમેન્ટને સીમિત કરવા માટે એક સ્પ્લિંટ લગાવવામાં આવે છે. જેનાથી થોડા અઠવાડીયા બાદ બધું ઠીક થવા લાગશે. કાર્પેલ ટનેલ સિંડ્રોમમાં એન્ટી ઈંફ્લામેંટરી દવા આપીને પણ તેની સારવાર કરાવી શકાય એમ છે.