અલગ-અલગ દિવસો, મહિનાઓ, વર્ષ અને તારીખે જન્મેલા લોકોના કેટલાક વિશેષ ગુણ અને દુર્ગુણ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અલગ અલગ મહિના અને તારીખે જન્મેલા લોકોની ખાસિયતો વિશે જણાવવામાં આવ્યું છે. જો તમારો જન્મ પણ મે મહિનામાં થયો છે તો ચાલો જાણીએ કે તમારો સ્વભાવ કેવો છે અને એની વિશેષતાઓ વિશે-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી જન્મતારીખની સાથે જન્મ મહિનો પણ તમારા જીવનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે. અહીંયા માત્ર તમારી જાણ માટે કે 14મી સદીના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ મે મહિનામાં જ થયો હતો અને એમની સાથે સાથે જ રવીન્દ્રનાથ ટાગોર, સત્યજીત રે, રસ્કિન બોન્ડ, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત અને વિકી કૌશલ જેવા પ્રખ્યાત લોકોનો પણ મે મહિનામાં જન્મ થયો હતો.
1-10મી મે વચ્ચે જન્મેલા લોકો વિશે વાત કરીએ તો આ લોરો બુધ ગ્રહથી વધારે પ્રભાવિત હોય છે, જે તેમને મહત્વાકાંક્ષી અને સફળ થવા માટે સંકલ્પબદ્ધ બનાવે છે. આ તારીખે જન્મેલા લોકો કળાથી લઈને રસાયણો સુધીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે અને કલાત્મક અને ઉત્સાહી હોય છે. લોકો તેમને બુદ્ધિશાળી વ્યક્તિત્વ માને છે. તમારા વિચારો ક્યારેય કાયમી નથી હોતા પણ મૂડ પ્રમાણે તમારા વિચારો પણ બદલાયા કરે છે.
આગળ વધીએ અને તારીખ 11થી 20મી મેની વચ્ચે જન્મેલા લોકોની વાત કરીએ તો આ લોકો શનિ ગ્રહનો વિશેષ પ્રભાવ જોવા મળે છે, જેના કારણે તમારો સ્વભાવ જિદ્દી અને જક્કી નથી. તમે વફાદાર, શિસ્તબદ્ધ અને ધૈર્યવાન છો. દ્રઢ નિશ્ચય સાથે, તમે સફળતા હાંસલ કરવા માટે હંમેશા તત્પર રહો છો અને માર્ગમાં આવતા અવરોધોનો પણ સામનો કરો છો. તમારી આ ગુણવત્તા તમને ટોચ પર રહેવામાં મદદ કરે છે. તમે તમારો મોટાભાગનો સમય ગંભીરતાથી પસાર કરવાનું પસંદ કરો છો.
21થી 31મી મેની વચ્ચે જન્મેલા લોકો પર પાછો બુધ ગ્રહનો વધારે પ્રભાવ જોવા મળે છે, જેના કારણે આ લોકો શાસન કરે છે અને મહત્વપૂર્ણ અને વિશેષ બૌદ્ધિક ક્ષમતાઓથી સંપન્ન હોય છે. તમે બુદ્ધિશાળી, બહુ-પ્રતિભાશાળી અને સર્જનાત્મકતાથી ભરપૂર છો. તમારી પાસે રમૂજની અદ્ભુત ભાવના પણ છે, જેના કારણે લોકો તમારા તરફ ઝડપથી આકર્ષાઈ જાય છે.
મે મહિનામાં જન્મેલા લોકોનો લકી કલર, દિવસ, નંબર અને રત્ન વિશે વાત કરીએ તો તે નીચે મુજબ છે-
લકી નંબર: 2,3,7,8
લકી કલર: આછો પીળો, સફેદ, મરીન બ્લુ અને મહેંદી
નસીબદાર દિવસો: રવિવાર, સોમવાર અને શનિવાર
નસીબદાર રત્ન: પન્ના, બ્લુ ટોપાઝ