Homeઆમચી મુંબઈએપ્રિલના વરસાદે ૬૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો

એપ્રિલના વરસાદે ૬૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો

એક દાયકાના સૌથી ઊંચા અને નીચા તાપમાનનો પણ રેકોર્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ રાજ્યના વિવિધ જિલ્લામાં સતત કમોસમી વરસાદ પડવાનું સત્ર ચાલુ જ છે. ખેતીના પાકને ભારે માત્રામાં નુકસાન થવાથી ખેડૂતો માથે હાથ દઈને બેઠા ત્યારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં એપ્રિલમાં પડેલો વરસાદ છેલ્લા ૬૨ વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ છે.
પર્યાવરણમાં ભારે ફેરફાર થયો છે. ઉનાળાની આકરી ગરમી પડવાને બદલે વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ રાજ્યના અમુક જિલ્લા માટે આગામી બે દિવસ માટે યલો ઍલર્ટ પણ જાહેર કર્યું છે, જેમાં પરભણી, લાતૂર અને હિંગોલી માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાને કારણે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યમાં તોફાની વરસાદ પડી રહ્યો છે, જેમાં આગામી બે દિવસ મુંબઈ, થાણેમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં એપ્રિલ મહિનામાં પડેલા વરસાદે ૬૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન ખાતાએ બહાર પાડેલા આંકડા મુજબ એપ્રિલ ૧૯૬૨માં ૨૩.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એપ્રિલ ૧૯૯૪ની સાલમાં ૧૫.૬ મિલીમીટર તો એપ્રિલ ૧૯૯૭માં ૧૪.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ એપ્રિલ ૨૦૧૫માં રાજ્યમાં ૧૮.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો. તો ચાલુ વર્ષના એપ્રિલમાં ૪૬.૭ મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો એપ્રિલ મહિનાનો સૌથી હાઈએસ્ટ વરસાદ ગણાય છે.
રાજ્યમાં એપ્રિલ મહિનામાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડ્યો હતો. કોંકણ અને ગોવામાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતોે. તો મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં વીજળીના ગડગડાટ સાથે ભારે પવન ફૂંકાઈને વરસાદ પડ્યો હતો. રાજ્યના અમુક જિલ્લામાં માવઠું પણ પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -