Homeદેશ વિદેશએપલના સીઈઓ ટિમ કુક પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા

એપલના સીઈઓ ટિમ કુક પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા

ભારતમાં વૃદ્ધિ અને રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા દોહરાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભારતના પ્રવાસે આવેલા Apple કંપનીના CEO ટિમ કૂકને મળ્યા હતા. બેઠક બાદ અમેરિકન ઉદ્યોગપતિએ ટ્વિટર પર પીએમ મોદીના વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે ભારતમાં રોકાણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતમાં પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા કુકે પીએમને મળ્યા બાદ તેમનો આભાર માન્યો હતો.

પીએમને મળ્યા બાદ ટિમ કુકે ટ્વિટર પર લખ્યું કે ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર વિશે અમે તમારા વિઝનને શેર કરીએ છીએ – શિક્ષણ અને વિકાસકર્તાઓથી લઈને ઉત્પાદન અને પર્યાવરણ સુધી, અમે સમગ્ર દેશમાં વિકાસ કરવા અને રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

એપલ ચીફને મળ્યા બાદ પીએમ મોદીએ પણ લખ્યું હતું કે, ટિમ કૂક, તમને મળીને આનંદ થયો! વિષયોની વિશાળ શ્રેણી પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં અને ભારતમાં થઈ રહેલા ટેક્નોલોજી-આધારિત પરિવર્તનને પ્રકાશિત કરવાનો આનંદ છે.

ટિમ કુકે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાનની તસવીર પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં પીએમ મોદીનો નવો લુક જોવા મળ્યો હતો. સફેદ હાફ સ્લીવ કુર્તામાં પીએમ મોદીનો લુક સિંપલ પણ એલિગન્ટ લાગી રહ્યો હતો.

18 એપ્રિલના રોજ મુંબઈમાં દેશનો પ્રથમ સત્તાવાર એપલ સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્ટોર 20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની ડિઝાઇન મુંબઈની કાળી અને પીળી ટેક્સીઓથી પ્રેરિત છે. 18 એપ્રિલ 2023 ના રોજ, મુંબઈવાસીઓ સહિત દેશના તમામ ગ્રાહકો માટે સવારે 11 વાગ્યાથી સ્ટોર ખોલવામાં આવ્યો હતો. ગ્રાહકોને સેવા આપવા માટે 100 ભાષાના જાણકાર સભ્યોની ટીમ કામ કરી રહી હોવાથી મુંબઈવાસીઓ સહિત દેશના તમામ એપલ ગ્રાહકોને ઉત્તમ ગ્રાહક સેવા ઉપલબ્ધ થશે. Appleએ Jio World Drive Mall BKC સાથે 11 વર્ષનો લીઝ કરાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -