Homeઆમચી મુંબઈગૂડી પાડવા નિમિત્તે એપીએમસી માર્કેટમાં કેરીની આવકમાં વૃદ્ધિ, કિંમતમાં જોવા મળ્યો ઘટાડો

ગૂડી પાડવા નિમિત્તે એપીએમસી માર્કેટમાં કેરીની આવકમાં વૃદ્ધિ, કિંમતમાં જોવા મળ્યો ઘટાડો

ગૂડી પાડવાના દિવસે નવી મુંબઈમાં એપીએમસી માર્કેટમાં હાપૂસ કેરીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને દર વર્ષ કરતાં આ વર્ષે આ આવક વધુ હોઈએ કેરીના દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં દિવસની 60થી 65 હજાર હાપૂર કેરીની આવક એપીએમસી માર્કેટમાં થાય છે, જેમાં કોંકણના રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગમાંથી 45 હજાર અને કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાંથી 15થી 20 હજાર પેટીઓની આવત થાય છે.


કેરીની આવક વધી હોવાને કારણે તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યા છે. પાકી કેરી 600થી 1600 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહી છે અને કાચી કેરી 400 રૂપિયાથી 1 હજાર રૂપિયાના ભાવે વેચી રહી છે. દરમિયાન રાજ્યમાં ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે, પણ કોંકણમાં વરસાદ ન પડ્યો હોવાને કારણે કેરીના પાક પર તેની અસર જોવા મળી નહોતી. આ વર્ષે માર્ચ મહિનામાં કેરીની આવક ભલે વધી હોય, પણ તેમ છતાં એપ્રિલમાં તેની આવકમાં ઘટાડો જોવા મળશે, એવો અંદાજો વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
રત્નાગિરી અને સિંધુદૂર્ગની વાત કરીએ તો હજારો હેક્ટરમાં આંબાની વાડીઓ છે અને દરવર્ષે કરોડો રૂપિયાની ઉથલપાથલ થાય છે. કોંકણના રત્નાગિરી અને સિંધૂદુર્ગ આ બે જિલ્લામાં ગૂડી પાડવાનું મૂહુર્ત સાધીને વાડીના માલિકો વ્યવસાયની શરૂઆત કરે છે. મોટા પ્રમાણમાં બજારમાં પેટીઓ આ દિવસે દાખલ થાય છે. સર્વસામાન્ય નાગરિકથી લઈને તમામ લોકો આ સમયે કેરી ખરીદે છે.
આ વર્ષે કોંકણમાંથી ગૂડી પાડવાના દિવસે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવનાર પેટીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. આ સિવાય અન્ય રાજ્યમાંથી પણ કેરીની આવક થઈ છે તેથી આ કેરીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે લોકો મન મૂકીને કેરીનો લૂત્ફ ઉઠાવી શકશે.
ગૂડી પાડવાના દિવસે પૂજામાં કેરી મૂક્યા બાદ લોકો કેરી ખાવાની શરૂઆત કરે છે અને એ નિમિત્તે અહેમદનગરની બજારમાં કેરી દાખલ થઈ છે. દેવગડ હાપૂસ, રત્નાગિરી હાપૂસ, મૈસૂર હાપૂસને નગરની બજારમાં સૌથી વધુ માગ હોય છે અને 700થી 1200 રૂપિયામાં આ કેરી વેચાતી હોય છે. કમોસમી વરસાદનો ફટકો કેરીના પાકને નથી પડ્યો, એવું વેપારીઓ કહી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં કેરીની આવક વધુ થઈ રહી છે એવું વેપારીઓનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -